Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવનારી પેઢીને પોતાના મૂળ અને સંસ્કારો સાથે જોડવાનો પ્રયત્ન:વડીલોના સન્માન અને સંસ્કારોના સિંચનનો ભવ્ય અવસર સાથે ‘માવતર વંદના’ કાર્યક્રમ યોજાયો

    13 hours ago

    સમાજમાં વડીલો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા, આપણી વિરાસતનું જતન કરવા અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાના ઉમદા હેતુ સાથે મોટા સુરકા ગામમાં ‘માવતર વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર એક સન્માન સમારોહ ન રહેતા, પરિવાર અને સમાજને એકતાના તાંતણે બાંધતો એક સામાજિક સંકલ્પ બની રહ્યો હતો. આ પ્રસંગે ભાવુક બનીને વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, દરેક માવતર વંદનીય છે ભલે મને જન્મ આપનારી મારી પૂજ્ય માતા આજે આ ભૌતિક જગતમાં નથી, પરંતુ તેમના સંસ્કાર અને આશીર્વાદ મારા દરેક કાર્યમાં મને શક્તિ આપે છે. આજે હું દરેક વૃદ્ધ માતામાં મારી પોતાની માતાના જ દર્શન કરું છું અને દરેક વડીલનું સન્માન કરવું એ મારી માતાનું સન્માન કરવા સમાન છે, ​કાર્યક્રમમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે ખેડૂતો ધરતીની તાકાત છે, માવતરો સંસ્કૃતિના આધારસ્તંભ છે અને ગામડાંઓ આપણી વિરાસતની ઓળખ છે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીને પોતાના મૂળ અને સંસ્કારો સાથે જોડવાનો હતો,​અડગ સંકલ્પ અને સામાજિક સેવા આ પ્રસંગે સમાજની ઉન્નતિ માટે સંકલ્પો દોહરાવવામાં આવ્યા હતા જેમાં ​ખેડૂતોને હૂંફ અને સમર્થન પૂરું પાડવું, ​માવતરોને ગૌરવપૂર્ણ સન્માન આપવું, ​દિકરીઓ અને મહિલાઓની સુરક્ષા તથા સ્વાભિમાનની રક્ષા કરવી, ​ગામડાંઓની સંસ્કૃતિને જીવંત રાખવી, ​વિરાસત, સંસ્કૃતિ અને સંસ્કારોને અખંડ જાળવી રાખવા. ​અંતમાં, જે સમાજ પોતાના ખેડૂતો, માવતરો અને દિકરીઓનું સન્માન કરે છે, તેનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે, તેવા મંત્ર સાથે એક સંગઠિત, સ્વાભિમાની અને સંસ્કારી સમાજના નિર્માણ માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક:યુકે-ઓસ્ટ્રેલિયાની યુનિ.માં એડમિશન માટે ‘ગ્લોબલ એડમિશન ડે’, વિદેશમાં અભ્યાસ અંગે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન
    Next Article
    વિદેશી દારૂના જથ્થા સાથે શખસ દબોચાયો:ભરૂચથી કન્ટેનર વડોદરા આવ્યું ને LCBએ પક્ડયું, એક વોન્ટેડ; 14.87 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment