Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેજસ રાજધાની ડ્રગ્સ કેસમાં નવો ખુલાસો:આરોપી ફઝલ અગાઉ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જઈ આવ્યો હોવાનું ખૂલ્યું, તપાસ એજન્સીઓ સતર્ક

    11 hours ago

    સુરત રેલવે સ્ટેશન પરથી તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી કરોડો રૂપિયાના હાઈ-ક્વોલિટી કોકેઈન સાથે ઝડપાયેલા આરોપી ફઝલ સય્યદની પૂછપરછમાં એક ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય ખુલાસો સામે આવ્યો છે. DRI દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો ડ્રગ્સ કેરિયર અગાઉ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના અન્ય દેશોની મુલાકાત લઈ ચૂક્યો છે. આ હકીકત સામે આવતા જ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સતર્ક બની છે અને આ સમગ્ર ડ્રગ્સ કેસમાં આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સામેલ હોવાના પુરાવા વધુ મજબૂત બન્યા છે. 10 કરોડનું શુદ્ધ કોકેઈન અને મુંબઈ ડિલિવરીનું નેટવર્ક મળતી વિગતો અનુસાર, નવી મુંબઈના નેરુળ વિસ્તારમાં આવેલા સાઈદીપ એપાર્ટમેન્ટમાં રહેતો 39 વર્ષીય ફઝલ સય્યદ દિલ્હીથી પ્યોર ફોર્મમાં રહેલું 2 કિલોગ્રામ ડ્રગ્સ લઈને મુંબઈ તરફ જઈ રહ્યો હતો. આ હાઈ-ક્વોલિટી કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત આશરે 10 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આરોપી આ માલ મુંબઈના કોઈ મોટા ડ્રગ લોર્ડને સપ્લાય કરવાનો હતો તે પૂર્વે જ તે સુરત ખાતે ઝડપાઈ ગયો હતો. તેની વિદેશ યાત્રાઓના ઈતિહાસને જોતા DRIના અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ ડ્રગ્સ સરહદ પારથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું કે કેમ. ગુપ્ત બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર 2 પર મેગા ઓપરેશન આ સફળ ઓપરેશનની વિગત એવી છે કે, DRIના બેંગલુરુ હેડક્વાર્ટર તરફથી સુરત DRIની ટીમને એક અત્યંત ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી.આ બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહેલી ગાડી સંખ્યા 12952 રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સનો એક મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે સુરત ડીઆરઆઈના સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે વહેલી સવારે 5:20 વાગ્યે ટ્રેન જેવા જ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર આવીને ઊભી રહી, તુરંત જ સંયુક્ત દરોડો પાડ્યો હતો. થર્ડ એસી કોચની સીટ નંબર 33 પરથી પકડાયો પેડલર તપાસ ટીમે રાજધાની ટ્રેનના થર્ડ એસી કોચ (B/5)માં પ્રવેશ કર્યો હતો અને સીટ નંબર 33 પર સવાર મુસાફર ફઝલ સય્યદ પર નજર રાખી તેને કોર્ડન કરી લીધો હતો. શંકાસ્પદ હલચલ અને પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ ન આપી શકતા અધિકારીઓએ તેને તાત્કાલિક ટ્રેનમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. એફએસએલના નિષ્ણાતોની હાજરીમાં જ્યારે આરોપી પાસે રહેલી કાળા રંગની ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ટ્રોલી બેગના રેગ્ઝીન પ્રોટેક્શનમાં છુપાવેલા 3 ગુપ્ત પેકેટ્સ આરોપીએ ડ્રગ્સ છુપાવવા માટે શાતિર મગજનો ઉપયોગ કર્યો હતો, જેથી સામાન્ય ચેકિંગ દરમિયાન કોઈ પકડી ન શકે. તેણે ટ્રોલી બેગના અંદરના ભાગમાં આવેલા રેગ્ઝીન પ્રોટેક્શનને ફાડીને તેની અંદર ખાસ ખાના બનાવ્યા હતા. આ ગુપ્ત ખાનાની અંદરથી પ્લાસ્ટિકમાં પેક કરાયેલા 3 શંકાસ્પદ પેકેટ્સ મળી આવ્યા હતા. FSLની ટીમે કેમિકલ ટેસ્ટિંગ કીટ દ્વારા સ્થળ પર જ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે આ પદાર્થ અન્ય કોઈ નહીં પરંતુ અત્યંત કિંમતી કોકેઈન ડ્રગ્સ છે, જેનું કુલ વજન 2 કિલોગ્રામ જેટલું થવા જતું હતું. કોર્ટ દ્વારા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી અને પાસપોર્ટ જપ્ત આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી ફઝલ સય્યદના પાસપોર્ટ સહિતના તમામ ઓળખ પત્રો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરી લેવામાં આવ્યા છે. સુરતની અદાલતમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (DRI) ઇમરાન એ. મલેકે ધારદાર રજૂઆતો કરીને આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે દરમિયાન આ વિદેશ પ્રવાસના ચોંકાવનારા પુરાવા મળ્યા છે. હાલ 1 દિવસના રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ ભેગો કરવાનો હુકમ કર્યો છે. સરકારી વકીલે જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન જરૂર જણાશે તો ડીઆરઆઈ દ્વારા કોર્ટ પાસે તેના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    54 તાલુકા હજુ વરસાદ માટે તરસ્યા:આજે 25 જીલ્લામાં આગાહી, શાહે કરાવ્યો ‘ભારત ટેક્સી’નો શુભારંભ, શિક્ષકોના પશ્રોને વાચા આપવા સાંસદોને અપાશે આવેદન
    Next Article
    ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક:યુકે-ઓસ્ટ્રેલિયાની યુનિ.માં એડમિશન માટે ‘ગ્લોબલ એડમિશન ડે’, વિદેશમાં અભ્યાસ અંગે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment