Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્તાનો દુરુપયોગ કરાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:મનપામાં પક્ષના નેતા અને દંડકને મંજૂરી વિના સ્ટાફ, વાહન ફાળવાયા

    10 hours ago

    ગાંધીનગર મનપામાં વહીવટી સત્તાના ઉપયોગ અને ખર્ચને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. મનપાના વોર્ડ નં. 6ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના નેતા કર્મજીતસિંહ વાઘેલાએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે, મેયર અને કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી વિના જ શાસક પક્ષના નેતા અને દંડકને ચેમ્બરો, સ્ટાફ અને વાહનોની ફાળવણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ રીતે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ.કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ 66(2)ની જોગવાઈઓનો ભંગ થતો હોવાનો દાવો કરીને તેમણે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. કર્મજીતસિંહ વાઘેલાએ આ મામલે જણાવ્યું હતું કે મનપાના મેયર અને કમિશનર દ્વારા સત્તાનો ઉપયોગ કરીને સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લીધા વિના જ શાસક પક્ષના નેતા અને દંડકને ચેમ્બર, સ્ટાફ અને વાહનોની ફાળવણી કરવામાં આવી રહી છે. નિયમ મુજબ નાણાકીય ખર્ચને લગતી બાબતોમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવાની જવાબદારી હોવા છતાં આવી કાર્યવાહી થઈ રહી છે. વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, મનપાના વહીવટી વડા તરીકે કમિશનરની જવાબદારી હોવા છતાં નિયમોનું પાલન કરાવવાને બદલે આવી કામગીરીને મંજૂરી અપાઈ રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મેળવ્યા વિના ખર્ચ કરવામાં આવે તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ. આથી અત્યાર સુધી થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો મેળવી તેની વસૂલાત મેયર અને કમિશનર પાસેથી જ કરવાની માગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડની વાડીમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા:LCBએ ₹15.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; જામનગર-જામકંડોરણાના લોકો પણ સામેલ
    Next Article
    સોફ્ટવેર બગને કારણે અમેરિકન બેન્કોની કામગીરી ઠપ:ટ્રાન્ઝેક્શન ધીમું, લોકોના પૈસા અટવાયા; માઇક્રોસોફ્ટ, ફ્લાઇટ્સ બાદ બેન્કિંગ સિસ્ટમ, 5 દિવસમાં ત્રીજી વખત અમેરિકા ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment