Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડની વાડીમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા:LCBએ ₹15.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; જામનગર-જામકંડોરણાના લોકો પણ સામેલ

    7 hours ago

    જામનગર LCBએ કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા 8 લોકોને ઝડપી લીધા અને રૂ. 15.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી કાર્યવાહી કરાઈ હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટીયા અને સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCBના મયુદીનભાઈ સૈયદ અને રૂષીરાજસિંહ વાળાને બાતમી મળી હતી. કોઠા ભાડુકીયા ગામની સીમમાં બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાની વાડીના મકાનમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાની માહિતી મળી હતી. પોલીસે વાડીના મકાનમાં દરોડો પાડ્યો ત્યારે 8 લોકો તીનપત્તી (રોન પોલીસ) રમતા ઝડપાયા હતા. પોલીસે જુગારના પટ અને આરોપીઓની અંગઝડતીમાંથી રૂ. 3,02,500 રોકડા, રૂ. 25,500ના 5 મોબાઈલ ફોન અને રૂ. 12 લાખની 2 ફોરવ્હીલર કાર કબજે કરી હતી. ઝડપાયેલા લોકોમાં કોઠા ભાડુકીયાના બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને શાંતીભાઈ પરસોતમભાઈ કમાણી, બરંગપુરના ભાવેશભાઈ ધીરજલાલ પાંભર, જામનગરની ઓશવાળ કોલોનીમાં એફીલ ટાવરના અશ્વીનભાઈ રમણીકભાઈ નંદાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વેરતીયાના દિપકભાઈ રમણીકભાઈ પાંભર, કામદાર કોલોની પાછળના શાંતીનગરના રજનીકાંતભાઈ વિઠલભાઈ સાંગાણી, જામકંડોરણાના જશાપરના નિકુંજભાઈ વિનોદભાઈ પટોરીયા અને બકાલા માર્કેટ પાસે રહેતા દિલીપભાઈ ધનજીભાઈ બાલધા પણ ઝડપાયા હતા. LCBના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલાવડીયાની ફરિયાદના આધારે તમામ 8 લોકો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડ- 2 માર્ગ અકસ્માતોમાં 12નાં મોત:હાઇવે પર બસ નદીમાં પડી, 8નાં મોત; બોલેરો ખીણમાં ખાબકી, 4 મૃતદેહ મળ્યા
    Next Article
    સત્તાનો દુરુપયોગ કરાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:મનપામાં પક્ષના નેતા અને દંડકને મંજૂરી વિના સ્ટાફ, વાહન ફાળવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment