Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનામત બેઠકો પર મૂળ આદિવાસીઓને તક આપવી જોઈએ:ગ્રામપંચાયત ચૂંટણી પહેલાં ઉમેદવારોની ખરાઈ કરવા આદિજાતિ વિકાસ મંત્રીનું સૂચન

    15 hours ago

    આગામી ગ્રામપંચાયત ચૂંટણીઓમાં અનામત બેઠકો પર મૂળ આદિવાસીઓને તક મળવી જોઈએ, એવું રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું. તેમણે ચૂંટણી પહેલાં જ ઉમેદવારોની ખરાઈ કરવા પર ભાર મૂક્યો. ગુજરાતમાં ‘મૂળ આદિવાસી અને સર્ટિફિકેટવાળા આદિવાસી’નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આદિવાસી અનામત બેઠકો પર ખોટા જાતિ પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડનારાઓ સામે કડક વલણની વાત કરી હતી. જેઠાભાઈ ભરવાડે કહ્યું હતું કે ખોટા પ્રમાણપત્રના આધારે અનામત બેઠકો પર ચૂંટણી લડનારાઓને ભાજપ મદદ નહીં કરે. આદિવાસી સમાજના બંધારણીય હકો સાથે અન્યાય ન થવો જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું. વલસાડની મુલાકાતે આવેલા નરેશ પટેલને પત્રકારોએ આ મુદ્દે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી પછી કોઈ ઉમેદવારનું પ્રમાણપત્ર ખોટું સાબિત થાય તેના કરતાં ચૂંટણી પહેલાં જ યોગ્ય ઉમેદવાર પસંદ કરવો જોઈએ. અનામત બેઠકો પર મૂળ આદિવાસી સમાજના લોકો ચૂંટણી લડે તો પ્રમાણપત્રની ખરાઈનો સવાલ ઊભો થતો નથી. મંત્રીએ કહ્યું કે ચૂંટણીમાં ખર્ચ થયા પછી ઉમેદવાર ખોટો સાબિત થાય તો ચૂંટણીનો ખર્ચ અને વહીવટી તંત્રની મહેનત વ્યર્થ જાય છે. તેથી નાની-મોટી દરેક ચૂંટણીમાં અનામત બેઠક માટે ઉમેદવાર પસંદ કરતી વખતે શરૂઆતથી જ કાળજી રાખવી જોઈએ અને મૂળ નિવાસી આદિવાસીઓને પ્રાધાન્ય આપવું જોઈએ. ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરવા અંગેના સવાલ પર નરેશ પટેલે કહ્યું, “અત્યારે આ પ્રશ્ન નથી. જે પ્રમાણપત્ર ખોટાં હોય તે રદ થઈ જ જાય છે.” મંત્રીના નિવેદન બાદ અનામત બેઠકો પર ઉમેદવારોની પસંદગી અને જાતિ પ્રમાણપત્રોની ખરાઈનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારોમાં આગામી ચૂંટણીઓના સંદર્ભમાં આ મુદ્દો ચર્ચાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    2,500 વર્ષનો ઇતિહાસ હવે વિશ્વના ફલક પર:વડનગરનું ‘અનંત અનાદિ’ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ બન્યું; જર્મનીના પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 એનાયત
    Next Article
    રૂઢિ પ્રથાના નામે ગામસભા બોલાવી લોકોને ગેરમાર્ગે દોરવું યોગ્ય નથી:પ્રભારી મંત્રી નરેશ પટેલે દેશના વિકાસમાં ભાગીદાર થવા આહવાન કર્યુ, પારડીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment