Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂઢિ પ્રથાના નામે ગામસભા બોલાવી લોકોને ગેરમાર્ગે દોરવું યોગ્ય નથી:પ્રભારી મંત્રી નરેશ પટેલે દેશના વિકાસમાં ભાગીદાર થવા આહવાન કર્યુ, પારડીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

    15 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પારડી નગરપાલિકાના ઓડિટોરિયમ હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધિત કરતા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, જનજાતિ ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં જિલ્લાના વકીલો, ઉદ્યોગપતિઓ, શિક્ષિત વર્ગ અને નિવૃત્ત અધિકારીઓ સહિતના નાગરિકોને જોડવાનો વિશેષ પ્રયાસ કરાયો છે. તેમણે 15 નવેમ્બરને આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી નાયકોના યોગદાનને યાદ કરવાનો અને તેમાંથી પ્રેરણા લેવાનો મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો. રૂઢિપ્રથાના નામે સમાજને ગેરમાર્ગે દોરવો યોગ્ય નથી આ પ્રસંગે સામાજિક અને ગ્રામીણ વ્યવસ્થા અંગે સ્પષ્ટ મત વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની મૂળભૂત રૂઢિ પ્રથાઓ ટકી રહે તે આવશ્યક છે, પરંતુ રૂઢિ પ્રથાના નામે કોઈ ગામ સભા બોલાવીને સમાજને ગેરમાર્ગે દોરવો યોગ્ય નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગામના વિકાસ અર્થે બોલાવાતી ગામ સભા સંપૂર્ણપણે આવકાર્ય છે, પરંતુ રૂઢિ ગામ સભાના નામે લોકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ થવી ન જોઈએ. દેશ જ્યારે પ્રગતિના પથ પર દ્રઢતાથી આગળ વધી રહ્યો છે, ત્યારે સૌએ સાથે મળીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવું જોઈએ. મહાનુભાવોની ઉપસ્થિતિ આ સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ તેમજ ધારાસભ્યો રમણ પાટકર, જીતુ ચૌધરી, ભરત પટેલ અને અરવિંદ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અનામત બેઠકો પર મૂળ આદિવાસીઓને તક આપવી જોઈએ:ગ્રામપંચાયત ચૂંટણી પહેલાં ઉમેદવારોની ખરાઈ કરવા આદિજાતિ વિકાસ મંત્રીનું સૂચન
    Next Article
    'Most Expensive Relationship Of My Life': Du Plessis' Intriguing Kohli Reveal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment