Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2,500 વર્ષનો ઇતિહાસ હવે વિશ્વના ફલક પર:વડનગરનું ‘અનંત અનાદિ’ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ બન્યું; જર્મનીના પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 એનાયત

    15 hours ago

    ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલા ‘અનંત અનાદિ વડનગર – આર્કિયોલોજિકલ એક્સપિરિયેન્શિયલ મ્યુઝિયમ’ને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત Red Dot: Best of the Best Award 2026 એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ સાથે આ સન્માન મેળવનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બનવાનો રેકોર્ડ વડનગરના નામે નોંધાયો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સિદ્ધિની જાહેરાત કરીને તેને રાજ્ય અને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. ખાસ વાત એ છે કે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ બાદ રેડ ડોટનું આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર વડનગર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બન્યું છે. મ્યુઝિયમને એક્ઝિબિશન ડિઝાઈન કેટેગરીમાં સન્માન મળ્યું આ પુરસ્કાર મુખ્યત્વે પ્રોડક્ટ ડિઝાઇન, બ્રાન્ડ્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન અને ડિઝાઇન કોન્સેપ્ટ જેવી કેટેગરીમાં આપવામાં આવે છે. મ્યુઝિયમને બ્રાન્ડ્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન 2026ની એક્ઝિબિશન ડિઝાઈન કેટેગરીમાં સન્માન મળ્યું છે. આમાં પણ ‘Best of the Best’ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સામાન્ય Red Dot સન્માનથી આગળ વધીને આ કેટેગરીમાં અસાધારણ ગુણવત્તા, નવીન વિચારધારા અને શ્રેષ્ઠ અમલીકરણ ધરાવતા પ્રોજેક્ટને પસંદ કરવામાં આવે છે. વડનગર મ્યુઝિયમને આ સન્માન તેની અનોખી પ્રદર્શન ડિઝાઇન, ઐતિહાસિક વારસાની રજૂઆત અને મુલાકાતીઓને ઇતિહાસનો જીવંત અનુભવ કરાવવાની પદ્ધતિ માટે મળ્યું છે. એટલે કે આ પુરસ્કાર માત્ર મ્યુઝિયમની ઇમારત માટે નહીં, પરંતુ ઇતિહાસને લોકો સમક્ષ રજૂ કરવાની સમગ્ર ડિઝાઇન અને અનુભવ માટે છે. મ્યુઝિયમમાં 6,000થી વધુ પુરાવશેષો રાખવામાં આવ્યા આ જ ઐતિહાસિક વારસાને લોકો સુધી પહોંચાડવા માટે ‘અનંત અનાદિ વડનગર’ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે અહીં માત્ર જૂની વસ્તુઓ કાચની પેટીમાં મૂકીને દર્શાવવામાં આવી નથી, પરંતુ પુરાતત્ત્વ, ઇતિહાસ, ટેક્નોલોજી અને આધુનિક પ્રદર્શન પદ્ધતિનો સમન્વય કરીને મુલાકાતીઓને ભૂતકાળની સફર કરાવવામાં આવે છે. મ્યુઝિયમમાં 6,000થી વધુ પુરાવશેષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પ્રાચીન માટલાં, સિક્કા, ઘરેણાં, સાધનો, શિલ્પો, મૂર્તિઓ સહિત વિવિધ ઐતિહાસિક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ વડનગરના પ્રાચીન લોકોની જીવનશૈલી, વેપાર, ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ અને નગરજીવન વિશે માહિતી આપે છે. આ મ્યુઝિયમમાં કુલ 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવી છે. દરેક ગેલેરી વડનગરના અલગ-અલગ ઐતિહાસિક સમયગાળા અને સાંસ્કૃતિક વિકાસની કહાની રજૂ કરે છે. આ ગેલેરીઓનો ઉદ્દેશ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ મુલાકાતીઓને હજારો વર્ષ જૂના વડનગરના જીવનનો અનુભવ કરાવવાનો છે. સાત ઐતિહાસિક સ્તરો દર્શાવતી અનોખી ડિઝાઇન Red Dot એવોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મ્યુઝિયમની ડિઝાઇન અંગે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમની પ્રદર્શન ડિઝાઇનમાં ‘Rammed Earth’ એટલે કે માટીને દબાવીને સ્તરબદ્ધ રીતે બાંધકામ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં માટીના સાત અલગ-અલગ સ્તરો દ્વારા ઇતિહાસના વિવિધ સમયગાળાનું પ્રતીકાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ડિઝાઇનનો હેતુ વડનગરના હજારો વર્ષના ઇતિહાસને મ્યુઝિયમના બાંધકામ અને પ્રદર્શન બંનેમાં પ્રતિબિંબિત કરવાનો છે. આર્કિટેક્ચર, પ્રદર્શન વ્યવસ્થા, પ્રકાશ, દૃશ્ય રજૂઆત અને ઐતિહાસિક વાર્તાકથનનો સમન્વય આ મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ ઓળખ અપાવે છે. સ્મૃતિવન બાદ ગુજરાતના બીજા મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય ઓળખ ગુજરાત માટે આ બીજી મોટી સિદ્ધિ છે. વર્ષ 2023માં કચ્છના ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમને પણ Red Dot Design Award દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. હવે વડનગરના ‘અનંત અનાદિ’ મ્યુઝિયમને વર્ષ 2026માં Best of the Best સન્માન મળતાં ગુજરાતની મ્યુઝિયમ ડિઝાઇન અને હેરિટેજ પ્રેઝન્ટેશનને વધુ એક આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. આ સિદ્ધિથી વડનગર માત્ર ઐતિહાસિક નગર તરીકે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના પુરાતત્ત્વીય અને સાંસ્કૃતિક પ્રવાસન સ્થળ તરીકે પણ નવી ઓળખ મેળવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ધોલેરામાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે:600 લોકોની ક્ષમતાવાળું ફૂડ કોર્ટ, 42 રૂમનું ગેસ્ટ હાઉસ; ટેન્ટ સિટી અને ઇન્ટિગ્રેટેડ સ્કૂલ સહિત શહેરી સુવિધાઓ
    Next Article
    અનામત બેઠકો પર મૂળ આદિવાસીઓને તક આપવી જોઈએ:ગ્રામપંચાયત ચૂંટણી પહેલાં ઉમેદવારોની ખરાઈ કરવા આદિજાતિ વિકાસ મંત્રીનું સૂચન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment