Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોલેરામાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે:600 લોકોની ક્ષમતાવાળું ફૂડ કોર્ટ, 42 રૂમનું ગેસ્ટ હાઉસ; ટેન્ટ સિટી અને ઇન્ટિગ્રેટેડ સ્કૂલ સહિત શહેરી સુવિધાઓ

    15 hours ago

    ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસની સાથે હવે આરોગ્ય, શિક્ષણ, હોટેલ અને રહેણાક સહિતની શહેરી સુવિધાઓનું માળખું પણ ઝડપથી તૈયાર થઈ રહ્યું છે. ધોલેરાના એક્ટિવેશન એરિયામાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, હોટેલ, ગેસ્ટ હાઉસ, ફૂડ કોર્ટ, ફાયર સ્ટેશન અને રેસિડેન્શિયલ-કોમર્શિયલ પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 (VGGS)માં ધોલેરા મુખ્ય રોકાણ કેન્દ્ર તરીકે રજૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરામાં ચાલી રહેલા ઔદ્યોગિક, સામાજિક અને શહેરી માળખાકીય પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરની સમીક્ષા દરમિયાન તેમણે એક્ટિવેશન એરિયામાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી મેળવી હતી. સરકારનો હેતુ ધોલેરાને માત્ર ઔદ્યોગિક વિસ્તાર નહીં, પરંતુ ઉદ્યોગો, રોકાણકારો, કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ધરાવતા આત્મનિર્ભર શહેરી કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. 600 લોકો એકસાથે જમી શકશે, 42 રૂમનું ગેસ્ટ હાઉસ બનશે ધોલેરામાં રોકાણકારો અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. અહીં 42 રૂમનું ગેસ્ટ હાઉસ તૈયાર થઈ રહ્યું છે, જેમાં સ્યુટ અને કોન્ફરન્સની સુવિધા પણ હશે. આ ઉપરાંત નવી ફૂડ કોર્ટમાં એકસાથે આશરે 600 લોકો ભોજન લઈ શકશે. 50 ટેન્ટની ક્ષમતાવાળું ટેન્ટ સિટી પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓથી ધોલેરામાં આવનારા રોકાણકારો, બિઝનેસ ડેલિગેશન અને મુલાકાતીઓને રહેવા તથા ભોજનની વ્યવસ્થા મળશે. ટાટાના સેમિકન્ડક્ટર પ્લાન્ટથી વધશે રોજગાર અને સુવિધાઓની માગ ધોલેરાના વિકાસમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સનો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી કંપનીઓ, સંલગ્ન ઉદ્યોગો, રિસર્ચ સંસ્થાઓ અને કુશળ કર્મચારીઓ માટે નવી તકો ઊભી થવાની અપેક્ષા છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધવાની સાથે હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ, રહેણાક અને અન્ય શહેરી સુવિધાઓની માગ પણ વધશે. આથી હેલ્થકેર અને હોસ્પિટાલિટી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ માટે ધોલેરામાં રોકાણની તકો ઊભી થઈ રહી છે. 53 હેક્ટરમાં 1.11 લાખ છોડનું વાવેતર ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી એક્ટિવેશન એરિયાના 53 હેક્ટર વિસ્તારમાં આશરે 1.11 લાખ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. છોડના ઉછેર અને સર્વાઇવલ રેટમાં વધારો કરવા માટે ડ્રમ પ્લાન્ટેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધોલેરામાં ગ્રીન કવર વધારવા માટે આ કામગીરી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક્સપ્રેસવે બાદ એરપોર્ટ અને રેલવે કનેક્ટિવિટી પર ભાર ધોલેરાને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવા માટે કનેક્ટિવિટીનું માળખું પણ વિકસાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થતાં અમદાવાદથી ધોલેરા વચ્ચેની અવરજવર વધુ સરળ બની છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2026ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ રેલવે લાઇન અને અમદાવાદ-ધોલેરા સેમી હાઇસ્પીડ ડબલ રેલવે લાઇનની યોજનાઓ દ્વારા ધોલેરાને અમદાવાદ એરપોર્ટ અને લોથલ સાથે જોડવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. VGGS-2027માં હેલ્થકેરથી લઈને રેસિડેન્શિયલ ક્ષેત્રે રોકાણ પર ફોકસ ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ધોલેરાને ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાની તૈયારી છે. સેમિકન્ડક્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ઉપરાંત હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ, રહેણાક અને કોમર્શિયલ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા પર ભાર મૂકવામાં આવશે. આમ, ધોલેરામાં ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની સાથે સામાજિક અને શહેરી સુવિધાઓનું નિર્માણ પણ ગતિ પકડી રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને અનુરૂપ હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ, પરિવહન અને રહેણાકની સુવિધાઓ ઊભી કરીને ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર:27 નવેમ્બરે મુસદ્દો પ્રસિદ્ધ થશે, 26 ડિસેમ્બર સુધી વાંધા-દાવા રજૂ કરી શકાશે; આખરી યાદી 18 જાન્યુઆરીએ
    Next Article
    2,500 વર્ષનો ઇતિહાસ હવે વિશ્વના ફલક પર:વડનગરનું ‘અનંત અનાદિ’ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ બન્યું; જર્મનીના પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment