Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગરના વિવાદે જોર પકડ્યું:પાલિકાના અન્યાયી ઠરાવ સામે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની મેયર સમક્ષ વૈકલ્પિક આવાસ આપવા માંગ

    1 day ago

    સુરત મહાનગરપાલિકાની આગામી તા. 23 નવેમ્બર, 2026ના રોજ મળનારી માસિક સાધારણ સભામાં સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 7માં આવેલ લાઇનદોરીના દબાણ હેઠળના નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવા બાબતે રાજકારણ ગરમાયું છે. ગત તા. 9 નવેમ્બર, 2026ના રોજ સ્થાયી સમિતિની સભામાં ઠરાવ નં. 2005/2026થી લેવાયેલા નિર્ણયને પૂરતા અભ્યાસ વગરનો અને અન્યાયી ગણાવીને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મેયર માયાબેન માવાણી અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમણે આગામી સાધારણ સભામાં પાલિકાના ભૂતકાળના માનવતાવાદી નિર્ણયો અને વાસ્તવિકતાને ધ્યાને લઈને નાસીર નગરના અસરગ્રસ્તોને યોગ્ય વૈકલ્પિક આવાસ ફાળવવાનો ન્યાયી નિર્ણય કરવા ભારપૂર્વક માંગ કરી છે. 'અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ન ફાળવાય તેવો ઠરાવ': પૂર્વ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ન ફાળવાય તેવો જે ઠરાવ પસાર કર્યો છે તે સાવ અન્યાયી છે અને આવી કોઈ નીતિ ભૂતકાળમાં રહી નથી. સુરત શહેરના વિકાસમાં 80 અને 90ના દશકમાં રિંગરોડ (જેવા કે વેડ દરવાજા, કતારગામ દરવાજા, દિલ્હીગેટ, લાલદરવાજા, સહારા દરવાજા, કમેલા દરવાજા, ફાલસાવાડી, માન દરવાજા, ઉધના દરવાજા, મજુરા ગેટ અને અઠવા ગેટ) ના નિર્માણ વખતે નડતરરૂપ બનેલા હજારો ઝૂંપડાવાસીઓને દૂરદ્રષ્ટિ ધરાવતા શાસકો અને વહીવટીતંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વૈકલ્પિક પ્લોટો ફાળવીને પુનઃવસન કરાયું હતું. વિકાસના કામોમાં નડતરરૂપ અસરગ્રસ્તોને ફાળવવાની જોગવાઈ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં લિંબાયત ઝોનના ટીપી-7 (આંજણા) ફા.પ્લોટ નં. 117 પર આંબેડકર વસાહત, પ્લોટ નં. 181 પર રઝા નગર-ભાઠેના, પ્લોટ નં. 117 પર અનવર નગર, પ્લોટ નં. 185 પર ખ્વાજા નગર તેમજ જવાહરનગર, પંચશીલનગર અને ઉધના ઝોનમાં નાગસેન નગર, હેડગેવાર વસાહત-1, 2, 3 તથા અઠવા ઝોનમાં આઝાદ નગર, રસુલાબાદ નગર અને તાજ નગર વસાવીને 10x12, 12x12 અને 12x15ના માપના પ્લોટ અપાયા હતા. આ ઉપરાંત, વર્ષ 2007ના ઠરાવ નં. 1838/2007 મુજબ EWS આવાસ અને તા. 9 માર્ચ, 2026ના ઠરાવ નં. 671/2026 અન્વયે PPP યોજના કે ટેનામેન્ટ રીડેવલપમેન્ટમાં બનતા વધારાના આવાસો પણ રોડ-રસ્તા કે વિકાસના કામોમાં નડતરરૂપ અસરગ્રસ્તોને ફાળવવાની જોગવાઈ છે. અસરગ્રસ્તોને ન્યાયી વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ અંતમાં જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ કે હાલના શાસકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા ભૂતકાળની કામગીરી અને વાસ્તવિકતાની તપાસ કરવી જોઈએ. પાલિકાની છબી પણ ન ખરડાય અને ગરીબ શ્રમિકો સાથે કોઈ અન્યાય ન થાય તે માટે નાસીરનગરના અસરગ્રસ્તોને ન્યાયી વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમનો 4 રાજ્યનો 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો:ગુજરાતને દુષ્કાળમાં જરૂર પડે ત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાણી આપશે, ગુજરાતે વીજળી ખરીદીને બંને રાજ્યને આપવી પડશે
    Next Article
    પાંડેસરામાં છઠ્ઠ પૂજા સમયે 14 વર્ષીય તરુણીને સાપે ડંખ માર્યો:અમરોલીમાં 5 વર્ષીય બાળક પર ફ્રીઝ પડતાં માથામાં ફેક્ચર, ગોડાદરામાં પરિણીતાનું 8મા માળેથી પટકાતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment