Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં છઠ્ઠ પૂજા સમયે 14 વર્ષીય તરુણીને સાપે ડંખ માર્યો:અમરોલીમાં 5 વર્ષીય બાળક પર ફ્રીઝ પડતાં માથામાં ફેક્ચર, ગોડાદરામાં પરિણીતાનું 8મા માળેથી પટકાતાં મોત

    1 day ago

    સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં બનેલી 4 અરેરાટીભરી દુર્ઘટનાઓએ શહેરભરમાં ચકચાર મચાવી છે. ગોડાદરામાં પિયર આવેલી 29 વર્ષીય પરિણીતાનું 8મા માળની બાલકનીમાંથી પટકાતાં કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અમરોલી નજીક તાપી નદીમાંથી 40 વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઉપરાંત, અમરોલીમાં ભંગારમાં મૂકેલું ફ્રીઝ માથે પડતાં 5 વર્ષીય બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે અને પાંડેસરામાં છઠ્ઠ પૂજા દરમિયાન તળાવ કિનારે 14 વર્ષીય વિદ્યાર્થિનીને સાપે ડંખ મારતાં બંને બાળકોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોડાદરામાં પિયર આવેલી પરિણીતાનું 8મા માળેથી પટકાતાં મોત મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ કામરેજ કેનાલ રોડ સ્થિત રિદ્ધિ સિદ્ધિ પાર્કમાં રહેતા 29 વર્ષીય હેતલબેન ભરતભાઈ જાલોદરા દિવાળી વેકેશન માણવા પોતાના 2 સંતાનો સાથે ગોડાદરાના સુમન પ્રભાવ આવાસ ખાતે પિયર આવ્યા હતા. આજે બપોરે હેતલબેન 8મા માળની બાલકનીમાં સૂકવેલા કપડાં લેવા ગયા હતા. આ દરમિયાન અચાનક શરીરનું સંતુલન ગુમાવતા તેઓ સીધા નીચે પટકાયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હીરાના કારખાનામાં કામ કરતા પતિ અને પરિવારમાં આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે. ગોડાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં આવેલી તાડવાડીની પાછળના ભાગે તાપી નદીમાંથી ગઈકાલે રાત્રે આશરે 40 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી સિંગણપોર પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર માત્ર ગંજી અને અન્ડરવેર હોવાનું સામે આવ્યું છે, જેથી તે નદીમાં નાહવા પડ્યો હોય અને ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે. અમરોલીમાં 5 વર્ષીય બાળક પર ભંગારનું ફ્રીઝ પડતાં માથામાં ફેક્ચર અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને મજૂરી કામ કરતા સોહેલ પટેલનો 5 વર્ષીય પુત્ર સ્નેન ગત શનિવારે રાત્રે ઘરની નીચે કરિયાણાની દુકાને ફૂડ પેકેટ લેવા ગયો હતો. આ સમયે બિલ્ડિંગના એક રહીશે ભંગારમાં કાઢીને બહાર મૂકેલું જૂનું ડબલ ડોર ફ્રીઝ અચાનક માસૂમ સ્નેન પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં ધોરણ-1માં ભણતા સ્નેનને માથામાં ગંભીર ફેક્ચર થયું હતું અને કાન-નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ માથા અને આંખના એક્સ-રે કરી વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરી છે. પાંડેસરામાં છઠ્ઠ પૂજા દરમિયાન 14 વર્ષીય તરુણીને સાપે ડંખ માર્યો પાંડેસરાના બાપુનગરમાં રહેતા અને લેસપટ્ટીના ખાતામાં કામ કરતા મનોજભાઈ ચૌધરીની 14 વર્ષીય પુત્રી પૂર્વી રવિવારે સાંજે માતા સાથે ઘર નજીક આવેલા ગણેશનગર તળાવ ખાતે છઠ્ઠ પૂજામાં ગઈ હતી. પૂજા ચાલી રહી હતી ત્યારે તળાવમાંથી નીકળેલા એક ઝેરી સાપે ધોરણ-7માં અભ્યાસ કરતી પૂર્વીના ડાબા પગમાં ડંખ માર્યો હતો. સાપ કરડતા જ તળાવ કિનારે ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરિવાર અને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પૂર્વીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં હાલ તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગરના વિવાદે જોર પકડ્યું:પાલિકાના અન્યાયી ઠરાવ સામે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની મેયર સમક્ષ વૈકલ્પિક આવાસ આપવા માંગ
    Next Article
    Rinku Singh-Priya Saroj ने PM Modi, CM Yogi, Akhilesh-Dimple को दिया Shaadi का Card | Rinku Wedding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment