Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે:30 જુલાઈએ નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ અને લુણાવાડામાં એક ઈંચ વરસાદ

    13 hours ago

    ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે સવારે છથી દસ વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઈંચ છે. તો મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. 28 જુલાઈએ સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદમાં 18 મિમિ (0.70 ઈંચ) વરસાદ પડ્યો હતો. તો ધોળકા, કપરાડા, નાનાપોંઢા અને સુબિર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે એમાં ડીપ ડિપ્રેશન, મોનસુન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. કાલથી વરસાદનું જોર વધશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસના જણાવ્યા અનુસાર, 30 જુલાઈથી વરસાદનું જોર વધશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં કાલે ઓરેન્જ એલર્ટ આજે તો રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલે 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગે દ્વારા ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે નર્મદા, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. જ્યારે વડોદરા, સુરત, નવસારી સહિત છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 જુલાઈએ છોટા ઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ 31 જુલાઈએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં તો અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એની સાથે જ દક્ષિણ ગુજરાતમાં નર્મદા સિવાયના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રોકાણના નામે અનેક લોકો સાથે ઠગાઈ:યુનિક માર્કેન્ટાઈલ કંપનીમાં સ્કીમમાં રોકાણ કરાવી એજન્ટ સહિત ગ્રાહકના 11.65 લાખ પડાવ્યા, 5 સામે ફરિયાદ
    Next Article
    વીજ વળતરની માંગ સાથે ચાલતા આંદોલન વચ્ચે બની દુ:ખદ ઘટના‎:જેતપરમાં કપાસની અપેક્ષિત આવક નહીં મળે તેની ચિંતામાં શ્રમિકનો ફાંસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment