Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાનો 8 વિકેટે ભવ્ય વિજય:બરોડાના શિવાલિક શર્માની 39 બોલમાં તોફાની સદી, 11 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા, 133 રનનો પીછો કરતા 10 ઓવરમાં જ 138 રન બનાવી મેચ જીતી

    1 day ago

    મુંબઈ ખાતે રમાઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એલિટ T20 ટુર્નામેન્ટમાં બરોડાની ટીમે મિઝોરમ સામે 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આજે 16 નવેમ્બરના રોજ મુંબઈના MCA શરદ પવાર ક્રિકેટ એકેડમી, BKC ખાતે રમાયેલી ટુર્નામેન્ટની 19મી મેચમાં મિઝોરમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બરોડાએ આક્રમક બેટિંગ કરીને માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 138 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. મિઝોરમની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 133 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બરોડાના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને મિઝોરમના બેટ્સમેનોને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યા હતા. અતિત શેઠે 3.4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે હેમંત પુંડે, રાજ લિમ્બાણી અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ મેળવી હતી. રાશિક દારે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા. 134 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બરોડાની ટીમે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ઓપનર અમિત પાસીએ 6 બોલમાં 5 રન બનાવ્યા હતા, જ્યારે શાશ્વત રાવતે 14 બોલમાં 25 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જોકે, મેચનું મુખ્ય આકર્ષણ શિવાલિક શર્માની તોફાની બેટિંગ રહી હતી. શિવાલિક શર્માએ માત્ર 39 બોલમાં અણનમ 101 રન ફટકારીને મિઝોરમના બોલરોની બોલિંગના ધજાગરા ઉડાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 11 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે 259ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. આમ, શિવાલિક શર્માની વિસ્ફોટક સદીના સહારે બરોડાએ 58 બોલ બાકી રહેતાં જ 10.2 ઓવરમાં 138 રન બનાવી 8 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં શિવાલિકની આક્રમક બેટિંગ બરોડાના વિજયનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ, પુતિન અને જિનપિંગે દુનિયા ધૂણાવી:80 વર્ષ પછી ફરી ઉથલપાથલના એંધાણ, સિક્રેટ મીટિંગમાં મોદી કેમ નહીં જાય? ત્રિપુટીનો ખતરનાક એજન્ડા સમજો
    Next Article
    નર્મદા ડેમનો 4 રાજ્યનો 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો:ગુજરાતને દુષ્કાળમાં જરૂર પડે ત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાણી આપશે, ગુજરાતે વીજળી ખરીદીને બંને રાજ્યને આપવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment