Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રેનેજ કામગીરીને પગલે ભાવનગરમાં ટ્રાફિક ડાયવર્ઝન:વિશ્વકર્મા સર્કલથી આર.ટી.ઓ. સર્કલ તરફ જતો રસ્તો આજથી એક મહિના માટે પ્રતિબંધિત, જાણો વૈકલ્પિક રૂટ

    6 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વડવા-અ વોર્ડમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર ડો.નરેન્દ્ર મીના દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે તા.17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી વિશ્વકર્મા સર્કલથી આર.ટી.ઓ. સર્કલ તરફ જતો રસ્તો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વડવા-અ વોર્ડમાં આવેલા વિશ્વકર્મા સર્કલથી આર.ટી.ઓ. (RTO) સર્કલ સુધી રાજકોટ રોડની ડાબી બાજુએ 450 એમ.એમ.થી 600 એમ.એમ. ડાયામીટરની ડ્રેનેજ લાઈન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, તા.17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી (એક માસ માટે) નીચે મુજબના રસ્તા પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિબંધિત રસ્તો : નિલમબાગ સર્કલથી વિશ્વકર્મા સર્કલ, શાસ્ત્રીનગર જૈન દેરાસર અને બ્રિજ એપ્રોચ રોડ થઈ આર.ટી.ઓ. સર્કલ તરફ જતો રસ્તો (ડાબી સાઈડ) તમામ વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ : પ્રતિબંધિત રસ્તા પરથી પસાર થતા તમામ વાહનચાલકોએ નિલમબાગ સર્કલથી મીણબત્તી સર્કલ થઈ, જવેલ્સ સર્કલ થઈને આર.ટી.ઓ. સર્કલ (ડાબી બાજુના રોડ) તરફ અવરજવર કરવાની રહેશે. આ અંગે જાહેર જનતાની સુવિધા માટે ચાલી રહેલા આ વિકાસકાર્યમાં સહકાર આપવા અને જાહેર કરાયેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રના સ્વચ્છ સર્વેક્ષણના એવોર્ડમાં કોંગ્રેસને વિશ્વાસ નહીં:વાસ્તવિક સ્થિતિ ન દર્શાવી અવાસ્તવિક રીતે સ્વચ્છતામાં નંબર આપ્યાનો આક્ષેપ, સ્વચ્છતાનો સર્વે કરવા QR કોડ પણ જાહેર કર્યો
    Next Article
    હિંમતનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં સંતો અને દેવી-દેવતાઓની આકર્ષક ઝાંખીઓ, પાંચ બગીઓ અને દીકરીઓના તલવારબાજીના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment