Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં સંતો અને દેવી-દેવતાઓની આકર્ષક ઝાંખીઓ, પાંચ બગીઓ અને દીકરીઓના તલવારબાજીના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

    6 hours ago

    હિંમતનગરમાં પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી કાર્યરત જલારામ મંદિરમાં જન્મજયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મંદિરેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 500થી 700 જેટલા ભક્તો જોડાયા હતા. ઝાંખીઓ અને તલવારબાજીના કરતબ આકર્ષણનું કેન્દ્ર શોભાયાત્રા ગોકુલનગર ફાટક, રિલાયન્સ, પંચદેવ મંદિર, ગાયત્રી મંદિર રોડ, હરિઓમ સોસાયટી અને દેરાસર સહિતના વિસ્તારોમાં ફરીને પરત જલારામ મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં સંતો, શિવ-પાર્વતી, રામ પરિવાર, રાધા-કૃષ્ણ અને જલારામ બાપાની આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. પાંચ બગીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંપરાગત વેશભૂષામાં દીકરીઓ પણ શોભાયાત્રામાં જોડાઈ હતી. ભજન-કીર્તનથી વાતાવરણ ભક્તિમય બન્યું વિવિધ ભજનમંડળો દ્વારા ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત દુર્ગાવાહિનીની દીકરીઓએ તલવારબાજીનાં કરતબ રજૂ કરીને ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જલારામ બાપાના જયઘોષથી સમગ્ર શહેર ગુંજી ઊઠ્યું હતું. અનકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જલારામ મંદિરમાં અનકૂટ દર્શન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં 5 હજારથી વધુ ભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. આમ, ધાર્મિક કાર્યક્રમો અને ભક્તોના ઉત્સાહ વચ્ચે જલારામ બાપાની 227મી જન્મજયંતીની ઉજવણી સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ડ્રેનેજ કામગીરીને પગલે ભાવનગરમાં ટ્રાફિક ડાયવર્ઝન:વિશ્વકર્મા સર્કલથી આર.ટી.ઓ. સર્કલ તરફ જતો રસ્તો આજથી એક મહિના માટે પ્રતિબંધિત, જાણો વૈકલ્પિક રૂટ
    Next Article
    ધ્રોલ-જોડિયા રોડ પર દારૂ ભરેલી બોલેરો પકડાઈ:LCBએ 383 બોટલ અને બિયરના 335 ટીન મળી રૂ.6.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો; ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment