Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ-જોડિયા રોડ પર દારૂ ભરેલી બોલેરો પકડાઈ:LCBએ 383 બોટલ અને બિયરના 335 ટીન મળી રૂ.6.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો; ચાલક ફરાર

    7 घंटे पहले

    જામનગર LCBએ ધ્રોલ-જોડિયા રોડ પર માવાપર ગામના પાટિયા નજીકથી દારૂ અને બિયર ભરેલી બોલેરો પીકઅપ ઝડપી પાડી છે. પોલીસે રૂ.6.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાલક લતીપર ગામ નજીક ગાડી મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો. LCBના પોલીસ કોન્સ્ટેબલ દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ પરમાર સહિતનો સ્ટાફ જામનગર ગ્રામ્ય અને ધ્રોલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે માવાપર ગામના પાટિયા નજીક બાતમી મળી કે બોલેરો પીકઅપમાં દારૂ અને બિયરનો જથ્થો ધ્રોલ તરફ લઈ જવાઈ રહ્યો છે. પોલીસે બે પંચોને સાથે રાખીને વોચ ગોઠવી હતી. મોડી રાત્રે બાતમી મુજબની બોલેરો આવતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો. ચાલકે ગાડી રોકવાને બદલે ભગાડી દીધી હતી. પીછો કરતાં ગાડી લતીપર ગામ તરફ ગઈ અને રસ્તા પર પાર્ક કરેલી કિયા કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ગાડી ટંકારા રોડ પર પેટ્રોલપંપ પાસેથી યુ-ટર્ન લઈને ફરી લતીપર તરફ આવી હતી. ગૌશાળા અને આશાપુરા હોટલ વચ્ચે રસ્તાની બાજુમાં ગાડી ઊભી રાખીને ચાલક ખેતરોમાં ભાગી ગયો હતો. પોલીસે બોલેરોની તપાસ કરતાં ઉપર ઘરવખરીનો સામાન ગોઠવેલો હતો. તેની નીચે દારૂ અને બિયર છુપાવ્યાં હતાં. ગાડીમાંથી રાજસ્થાનમાં બનેલી દારૂની 383 બોટલ ઉપરાંત બિયરના 500 મિલીના 335 ટીન મળ્યા હતા. પોલીસે રૂ.2.20 લાખનો દારૂ-બિયરનો જથ્થો, રૂ.4 લાખની બોલેરો પીકઅપ, ઘરવખરીનો સામાન અને ગાડીમાંથી મળેલી આધારકાર્ડની નકલ કબજે કરી. આધારકાર્ડની વિગતો પરથી અરવિંદ ચુની રાવળનું નામ સામે આવ્યું છે. પોલીસ નાસી ગયેલા ચાલકને શોધી રહી છે. દારૂ ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો, તેની તપાસ પણ ચાલી રહી છે. પાર્ક કરેલી કારને થયેલા નુકસાન અંગે પણ તપાસ કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં સંતો અને દેવી-દેવતાઓની આકર્ષક ઝાંખીઓ, પાંચ બગીઓ અને દીકરીઓના તલવારબાજીના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં
    Next Article
    ધ્રાંગધ્રામાં નમો ભારત ટ્રેનના દરવાજા ન ખૂલ્યા:ઇમરજન્સી બટન દબાવવા છતાં જવાબ ન મળ્યો; 15 મુસાફર વિરમગામ સુધી જવા મજબૂર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment