Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    QR કોડથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે:સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ઐતિહાસિક પહેલ,પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ જાહેર થશે પરિણામ

    2 days ago

    સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ વિદ્યાર્થીલક્ષી, પારદર્શક અને ઝડપી પ્રવેશ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરી છે. યુનિવર્સિટી દ્વારા 31 જુલાઈ, 2026ના રોજ યોજાનારી પીએચ.ડી.પ્રવેશ પરીક્ષાનું પરિણામ પણ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. દેશની રમતગમત યુનિવર્સિટીઓમાં પ્રથમ વખત અમલમાં મુકાઈ રહેલી આ વ્યવસ્થા વિદ્યાર્થીઓને લાંબી રાહમાંથી મુક્તિ અપાવશે અને પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા તા.31-07-2026ના રોજ પીએચ.ડી.પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યુનિવર્સિટીએ પરીક્ષાના દિવસે જ પરિણામ જાહેર કરવાની ઐતિહાસિક અને નવીન પહેલ અમલમાં મૂકી છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, પરીક્ષા પૂર્ણ થયા બાદ તે જ દિવસે સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓને પરિણામ માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને સુગમ બનશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા ગોપનીયતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે. પેપર લીક જેવી કોઈપણ સંભાવનાને ટાળવા માટે લીકપ્રૂફ સિસ્ટમ અપનાવવામાં આવી છે અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પણ સંપૂર્ણ ચોકસાઈ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે યુનિવર્સિટીએ 29 જુલાઈ, 2026ના રોજ QR કોડ સાથેની હોલ ટિકિટ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરી છે. હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટેનું લોકેશન પણ સમાવાયું છે, જેથી ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહેશે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ડાયરેક્ટર ડૉ. પુનીતભાઈ તેરૈયાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ શૈક્ષણિક પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને વિદ્યાર્થીલક્ષી બનાવવા માટે યુનિવર્સિટી સતત પ્રયાસશીલ રહેશે. ઉમેદવારોને વધુ માહિતી માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નિર્દેશ અને કુલપતિ ડૉ.મનીષભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાની સમગ્ર કામગીરી પરીક્ષા નિયામક ડૉ. નિશાંતભાઈ ઓઝા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ડાયરેક્ટર ડૉ. પુનીતભાઈ તેરૈયા તેમજ ડૉ. પાલાભાઈ કારિયા, ડૉ. મીતાબેન વ્યાસ, ડૉ. મનહર રાઠવા, જીતેન્દ્રભાઈ ડાંગી, હિતભાઈ ચૌધરી અને દીવ્યરાજસિંહ વનારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ:બે શખસ હથિયાર સાથે ઘૂસ્યા, રોકડ ભરેલા થેલા લઈ ફરાર
    Next Article
    અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ:દિવસમાં 12,000 જેટલા ટ્રાફિક મેમો, બે હજાર TRBની ભર્તી કરાશે; AMCની નવી ટ્રાફિક-રોડ સેફ્ટી પોલિસી HCમાં રજૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment