Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીના ગોડથલમાં યુવક પર પાઈપથી હુમલો:પ્રેમસંબંધની અદાવતમાં યુવતીના ભાઈએ યુવકને માર માર્યો, માથા અને પીઠના ભાગે ઇજા

    6 hours ago

    નવસારીના ચીખલી તાલુકાના ગોડથલ ગામે ચાર વર્ષ જૂના પ્રેમસંબંધની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપથી હુમલો થયો હતો. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોડથલ પટેલ ફળિયામાં રહેતા 24 વર્ષના વિશ્લેષ વીરચંદ મનિલાલ ધો.પટેલ ડ્રાઇવિંગનું કામ કરે છે. 14 નવેમ્બર 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે તેઓ મિત્ર હિમેશ સાથે એક્સેસ મોપેડ પર ગોડથલ માળી ફળિયાની ડુંગરી પર ગયા હતા. ત્યાં ગોડથલ માળી ફળિયામાં રહેતા શિવમકુમાર જિજ્ઞેશ પટેલ તેના મિત્ર ફેનિલ સાથે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, વિશ્લેષને શિવમકુમારની બહેન સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીના પરિવારજનો આ સંબંધથી નારાજ હતા. આ બાબતે શિવમકુમારે વિશ્લેષ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. વિશ્લેષ તેને સમજાવવા ગયા ત્યારે શિવમકુમારે, ‘મારી બહેનને કેમ ફોન કરીને હેરાન કરે છે?’ કહી પોતાની સાથે લાવેલા લોખંડના પાઇપથી તેમના માથા અને પીઠ પર હુમલો કર્યો હતો. વિશ્લેષના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. મિત્ર હિમેશે વચ્ચે પડી વધુ મારથી તેમને બચાવ્યા હતા. ત્યારબાદ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત વિશ્લેષને પહેલાં ગ્રામ પંચાયત પાસે લઈ જવાયા હતા. ત્યારબાદ ચિરાગની કારમાં સી.એચ.સી. હોસ્પિટલ અને પછી 108 એમ્બ્યુલન્સમાં ચીખલી આલીપોર ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ચીખલી પોલીસે ગુનો નોંધીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. વાડલેએ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાપ રે! આલિયા પેટમાં હતી ને માતાએ ફાંસીનો ફંદો લગાવ્યો!:પ્રેગ્નન્સીમાં સોની રાઝદાને એક જ દિ'માં 100 સિગારેટ પીધી; 33 વર્ષ જૂનો કિસ્સો સંભળાવ્યો
    Next Article
    ભવ્ય રંગોળી સ્પર્ધાના વિજેતાઓ જાહેર:રાજકોટ મનપા દ્વારા ગ્રુપ, ઇન્ડિવિડ્યુઅલ, ડેકોરેટિવ વિભાગમાં કલાકારોને રૂ. 2500થી રૂ. 5000 સુધીના રોકડ પુરસ્કાર અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment