Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપ રે! આલિયા પેટમાં હતી ને માતાએ ફાંસીનો ફંદો લગાવ્યો!:પ્રેગ્નન્સીમાં સોની રાઝદાને એક જ દિ'માં 100 સિગારેટ પીધી; 33 વર્ષ જૂનો કિસ્સો સંભળાવ્યો

    5 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ અને આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને પોતાના કરિયર અને પ્રેગ્નન્સીના દિવસોને યાદ કરતાં 33 જૂનો કિસ્સો સંભળાવ્યો છે. સોની રાઝદાને જણાવ્યું કે- વર્ષ 1993માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગુમરાહ’ના શૂટિંગ દરમિયાન જ્યારે આલિયા ભટ્ટ તેમના ગર્ભમાં હતી, ત્યારે તેમણે અજાણતામાં એક જ દિવસમાં લગભગ 100 સિગારેટ પી લીધી હતી અને એટલું જ નહીં, પ્રેગ્નન્સી દરમિયાન ફાંસીનો જોખમી સીન પણ શૂટ કર્યો હતો. પ્રેગ્નન્સીની જાણ નહોતી ને ફૂંકી મારી 100 સિગારેટ! તાજેતરના એક ઇન્ટરવ્યુમાં 80 અને 90ના દાયકામાં એક્ટ્રેસ માટે કામ અને માતૃત્વ વચ્ચે બેલેન્સ જાળવવું કેટલું મુશ્કેલ હતું તે અંગે વાત કરતાં સોની રાઝદાને આ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, "હું મારા પતિ મહેશ ભટ્ટની ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'ગુમરાહ' માટે એક લાંબો સ્મોકિંગ સીન શૂટ કરી રહી હતી. તે શૂટિંગ દરમિયાન મેં એક જ દિવસમાં લગભગ 100 સિગારેટ પી લીધી હશે. તે સમયે મને બિલકુલ અંદાજ નહોતો કે આલિયા મારા ગર્ભમાં છે." સોની રાઝદાને વધુમાં ઉમેર્યું કે તે સામાન્ય રીતે સ્મોકર નથી, પરંતુ તે દિવસના શૂટિંગ પછી તેમને સિગારેટની ઘણી તલબ લાગવા માંડી હતી. પછી જ્યારે તેમને ખબર પડી કે તેઓ પ્રેગ્નન્ટ છે, ત્યારે આ વાત યાદ કરીને તેઓ પણ ચોંકી ગયા હતા. પ્રેગ્નન્સીમાં શૂટ કર્યો હતો ફાંસીનો સીન, બેબી બમ્પ છુપાવવા કપડાં બદલવા પડ્યા ફિલ્મ 'ગુમરાહ'ના શૂટિંગ દરમિયાન સોની રાઝદાને માત્ર સ્મોકિંગ સીન જ નહીં, પરંતુ એક અત્યંત મુશ્કેલ ફાંસીનો સીન પણ શૂટ કર્યો હતો. તેમણે કહ્યું, "જ્યારે હું પ્રેગ્નન્ટ હતી, ત્યારે મેં ફિલ્મનો જાણીતો ફાંસીના ફંદા વાળો સીન શૂટ કર્યો હતો. ત્યારબાદ મેં કામમાંથી બ્રેક લીધો હતો. પાંચ મહિના પછી જ્યારે હું ફરીથી શૂટિંગ પર પરત ફરી, ત્યારે મારા જૂના કોસ્ટ્યુમ મને ફિટ નહોતા આવી રહ્યા. ત્યાં સુધીમાં મારો બેબી બમ્પ પણ થોડો બહાર દેખાવા લાગ્યો હતો, જેથી પ્રોડક્શન ટીમને મારા કપડાંમાં ફેરફાર કરવા પડ્યા હતા." "પહેલાના જમાનામાં પ્રેગ્નન્સી છુપાવવી પડતી..." સોની રાઝદાને પોતાની પહેલી પ્રેગ્નન્સી (શાહીન ભટ્ટના જન્મ વખતે, 1986-87) ના દિવસો પણ યાદ કર્યા, જ્યારે તેઓ રમેશ સિપ્પીની લોકપ્રિય ટીવી સિરિયલ ‘બુનિયાદ’માં કામ કરી રહ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, "પહેલાના સમયમાં એક્ટ્રેસે નિર્માતાઓથી પોતાના માતા બનવાની વાત ખૂબ સાવચેતીપૂર્વક છુપાવવી પડતી હતી, કારણ કે ડર રહેતો હતો કે નિર્માતાઓ કેવી પ્રતિક્રિયા આપશે. આજે સમય ઘણો બદલાઈ ગયો છે. મને એ વાતની ખૂબ ખુશી છે કે આલિયાને આજે એવો દેખાડો નથી કરવો પડતો કે તે માતા નથી. આજની એક્ટ્રેસ પોતાની પ્રેગ્નન્સી અને માતૃત્વની જવાબદારીઓને ગર્વથી સ્વીકારીને આરામથી કામ કરી શકે છે." પ્રેમકહાની જેની શરૂઆત 1984ની ફિલ્મ 'સારાંશ'થી થઈ હતી તેમના અંગત જીવનની વાત કરીએ તો, સોની રાઝદાન અને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પ્રથમ મુલાકાત 1984ની ફિલ્મ 'સારાંશ'ના નિર્માણ દરમિયાન થઈ હતી, જેમાં સોનીએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા અને 20 એપ્રિલ, 1986ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા. આ દંપતીને 1988માં તેમની પ્રથમ પુત્રી શાહીન ભટ્ટનો જન્મ થયો, અને ત્યારબાદ 1993માં તેમની બીજી પુત્રી આલિયા ભટ્ટનો જન્મ થયો.
    Click here to Read More
    Previous Article
    Sheikh Hasina Bangladesh Return: बांग्लादेश में भड़की हिंसा, अवामी समर्थकों ने फूंकी पुलिस की गाड़ी
    Next Article
    ચીખલીના ગોડથલમાં યુવક પર પાઈપથી હુમલો:પ્રેમસંબંધની અદાવતમાં યુવતીના ભાઈએ યુવકને માર માર્યો, માથા અને પીઠના ભાગે ઇજા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment