Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવ્ય રંગોળી સ્પર્ધાના વિજેતાઓ જાહેર:રાજકોટ મનપા દ્વારા ગ્રુપ, ઇન્ડિવિડ્યુઅલ, ડેકોરેટિવ વિભાગમાં કલાકારોને રૂ. 2500થી રૂ. 5000 સુધીના રોકડ પુરસ્કાર અપાશે

    6 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત દિવાળી કાર્નિવલ દરમિયાન રેસકોર્ષ ફરતે યોજાયેલી ભવ્ય રંગોળી સ્પર્ધાના વિજેતાઓ અને રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ વિસ્તારોમાંથી 268થી વધુ કલાકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને કલા રસિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આજે મેયર ડૉ.નેહલ શુક્લ સહિતનાં પદાધિકારીઓ દ્વારા વિજેતાઓના નામ અને ઇનામોની વિગતવાર જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર થયેલી વિગતો મુજબ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને અલગ-અલગ કેટેગરી અનુસાર રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ગ્રુપ રંગોળી વિભાગમાં પ્રથમ 3 વિજેતા ટીમને પ્રત્યેકને રૂ. 5,000નો રોકડ પુરસ્કાર અપાશે, જેમાં ધૃતિ હરસોડા અને ટીમ, માહી અકબરી અને ટીમ તેમજ શક્તિરાજ જાડેજા અને ટીમનો સમાવેશ થાય છે. જ્યારે ઇન્ડિવિડ્યુઅલ રંગોળી વિભાગના પાંચેય વિજેતાઓને પ્રત્યેકને રૂ. 5,000નો રોકડ પુરસ્કાર અપાશે, જેમાં અમુલ કંજારિયા, રોનક માલી, મૈત્રી વેકરીયા, જીજ્ઞેશ ધોળકિયા અને દર્પણ ધોળકિયા વિજેતા બન્યા છે. આ ઉપરાંત ડેકોરેટિવ રંગોળી વિભાગના પાંચેય વિજેતાઓને પ્રત્યેકને રૂ. 2,500નો રોકડ પુરસ્કાર મળશે, જેમાં ઈશિતા રાચ્છ, સ્વાતી જીવરાની, ક્રિશ બડેલિયા, શ્યામ પટેલ અને કપિલ સોમૈયાનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા, રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સામાજિક જાગૃતિ અને પ્રકૃતિપ્રેમ સહિતના વિવિધ વિષયો પર આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી. અને પરંપરાગત રંગોળી શૈલીની સાથે આધુનિક કલાત્મક અભિગમનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. રંગોનું આકર્ષક સંયોજન, બારીક નકશીકામ, નવીન ડિઝાઇન અને વિષયની અસરકારક રજૂઆતથી સમગ્ર વાતાવરણ કલામય બન્યું હતું અને દરેક કૃતિમાં કલાકારોની મહેનત, ધીરજ, એકાગ્રતા તથા સર્જનાત્મકતાની ઝલક જોવા મળી હતી. રજૂ થયેલી રંગોળીઓનું મૂલ્યાંકન નિર્ણાયકો દ્વારા વિષયની પસંદગી, કલાત્મક અભિવ્યક્તિ, રંગોનું સંયોજન, નવીનતા, સ્વચ્છતા, બારીકાઈ અને સમગ્ર રજૂઆત જેવા માપદંડોને આધારે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સુંદર કૃતિઓ રજૂ થતાં શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવાનું નિર્ણાયકો માટે પડકારજનક રહ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આસિતભાઈ ભટ્ટ, પ્રદીપભાઈ દવે, એમ. યુ. ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, નલીનભાઈ સૂચક, ચૈતન્યભાઈ વ્યાસ, મુકેશભાઈ ડોડિયા અને મુકેશભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી. ટૂંક સમયમાં જ વિજેતાઓને ઇનામની રકમનાં ચેક અર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલીના ગોડથલમાં યુવક પર પાઈપથી હુમલો:પ્રેમસંબંધની અદાવતમાં યુવતીના ભાઈએ યુવકને માર માર્યો, માથા અને પીઠના ભાગે ઇજા
    Next Article
    જામનગરમાં જલારામબાપાની 227મી જન્મજયંતીએ 10x10 ફૂટનો રોટલો ધરાવાયો:રોટલો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલો; 85 કિલો બાજરા-જુવારના લોટથી ચાર બહેનોએ બે કલાકમાં બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment