Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જલારામબાપાની 227મી જન્મજયંતીએ 10x10 ફૂટનો રોટલો ધરાવાયો:રોટલો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલો; 85 કિલો બાજરા-જુવારના લોટથી ચાર બહેનોએ બે કલાકમાં બનાવ્યો

    6 hours ago

    જામનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે 10x10 ફૂટનો મહારોટલો તૈયાર કરીને તેમના ચરણોમાં ધરાવવામાં આવ્યો. આ રોટલો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલો છે. જન્મજયંતી સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જલારામ સેવા ટ્રસ્ટ, જામનગરના રમેશભાઈ દત્તાણીએ જણાવ્યું કે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાને પરંપરાગત રીતે રોટલો ધરાવવામાં આવતો હતો. એ જ ભાવનાથી આ મહારોટલો જલારામ બાપાને ધરાવવામાં આવ્યો. રમેશ દત્તાણીએ કહ્યું કે સાંજે મહાઆરતી બાદ ઉપસ્થિત ભક્તોને મહારોટલાનો પ્રસાદ આપવામાં આવશે. આ રોટલો બનાવવા માટે 85 કિલો બાજરા અને જુવારનો લોટ, 28 કિલો પાણી અને 2 કિલો ઘી વપરાયું છે. ચાર બહેનોએ બે કલાકની મહેનતથી તેને તૈયાર કર્યો.
    Click here to Read More
    Previous Article
    ભવ્ય રંગોળી સ્પર્ધાના વિજેતાઓ જાહેર:રાજકોટ મનપા દ્વારા ગ્રુપ, ઇન્ડિવિડ્યુઅલ, ડેકોરેટિવ વિભાગમાં કલાકારોને રૂ. 2500થી રૂ. 5000 સુધીના રોકડ પુરસ્કાર અપાશે
    Next Article
    કેન્દ્રના સ્વચ્છ સર્વેક્ષણના એવોર્ડમાં કોંગ્રેસને વિશ્વાસ નહીં:વાસ્તવિક સ્થિતિ ન દર્શાવી અવાસ્તવિક રીતે સ્વચ્છતામાં નંબર આપ્યાનો આક્ષેપ, સ્વચ્છતાનો સર્વે કરવા QR કોડ પણ જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment