Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગરમાં લિવ ઈનમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાધો:'તું મને ગમતી નથી મરીજા', યુવક અને તેના પરિવારજનો ત્રાસ આપતા; દીકરાએ માતા ગુમાવી, ચારની ધરપકડ

    7 hours ago

    અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મૈત્રી કરાર કરીને રહેતી યુવતીએ યુવક અને તેના માતા પિતા તેમજ ભાઈના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ત્રણ વર્ષ પહેલા યુવક સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. યુવક મારફતે તેને દીકરાને જન્મ આપ્યો હતો જે બાદ નાની નાની વાતોમાં યુવક અને તેના માતા-પિતા બોલતા હતા. 'તું મને ગમતી નથી મરીજા કા તો ઘરમાંથી નીકળી જા' યુવક એવું કહેતો હતો જેથી યુવતીએ છેવટે કંટાળી અને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બાપુનગર પોલીસે યુવક અને તેના પરિવારજનો વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી છે. યુવક સાથે ઈન્સટાગ્રામથી ઓળખાણ થઈ હતી ગોમતીપુર વિસ્તારમાં વોરા ની ચાલીમાં નંદાબેન રાઠોડ રહે છે. તેમને પાંચ દીકરીઓ છે જેમાં દક્ષા નામની 24 વર્ષની દીકરી હતી. વર્ષ 2021માં દક્ષાને મયુર પરમાર સાથે ઈન્સટાગ્રામથી ઓળખાણ થઈ હતી. વર્ષ 2023માં દક્ષાએ રાજીખુશીથી મયુર સાથે મૈત્રી કરાર કર્યો હતો. મૈત્રી કરાર કર્યા બાદ તેઓ મોરબી ખાતે રહેવા જતા રહ્યા હતા. દક્ષાએ મૈત્રી કરાર કર્યા હતા જે બાદ તેને નંદાબેન બોલાવતા નહોતા. યુવકના માતા પિતાએ ગાળો બોલીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી વર્ષ 2024માં દક્ષાએ મયુર થકી દીકરાને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તેઓ બાપુનગર ચાંદાભાઈની ચાલીમાં રહેતા હતા. નંદાબેન તેમની દીકરી સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. મયુરને દક્ષા સાથે લગ્ન કરવા માટે કહેતા હતા પરંતુ તે લગ્ન કરતો નહોતો અને બહાના કરતો હતો. દક્ષાને મયુર સાથે ઝઘડો થયો હતો. મયુરના માતા પિતાએ પણ ગાળો બોલી અને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. 'મયુર અને તેના માતા પિતાએ મારી જોડે ઝઘડો કર્યો' થોડા દિવસ બાદ મયુર અને તેના માતા-પિતા ઘરે આવી અને દક્ષાને ઝઘડો નહીં કરીએ અને સમુહ લગ્ન આવશે ત્યારે લગ્ન કરી લેવામાં આવશે એમ કહ્યું હતું. જેથી તેને પરત મોકલી હતી બાદમાં ફરીથી ઝઘડા શરૂ થઈ ગયા હતા. નાની નાની વાતોમાં મયુર અને તેના માતા પિતા તેમજ તેનો ભાઈ તેની સાથે બોલાચાલી કરતા હતા. ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો 15 નવેમ્બરના રોજ દક્ષાએ ફોન કરી કહ્યું હતું કે, મયુર અને તેના માતા પિતાએ મારી જોડે ઝઘડો કર્યો છે. જે બાદ રાત્રે 9 વાગ્યે મયુરે ફોન કરીને કહ્યું હતું કે હવે દક્ષા દુનિયામાં રહી નથી. મયુરના ફોન ઉપર ફરી ફોન કરતા તેણે કહ્યું હતું કે દક્ષાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેથી તાત્કાલિક તેઓ બાપુનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં મયુરના પરિવારજનો હાજર નહોતા અને દક્ષા ગળેફાંસો ખાધેલી હાલતમાં હતી. મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો, ચારની ધરપકડ આ મામલે તેઓ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા બાપુનગર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આપી હતી. આ મામલે નંદાબેને બાપુનગર પોલીસ સ્ટેશનમાં મયુર અને તેના માતા પિતા તેમજ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક યુવતીને હેરાન પરેશાન કરી માનસિક રીતે ત્રાસ આપી આત્મહત્યા કરવા પર મજબૂર કરવા બદલ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળના સમુદ્રમાં સર્જાઈ રહ્યું છે વાવાઝોડું:ભારે પવન સાથે આંધ્ર, તમિલનાડુ, ઓડિશામાં વરસાદનું એલર્ટ; યુપીના 21 જિલ્લાઓમાં ધુમ્મસ, રાજસ્થાનમાં ઠંડી વધી
    Next Article
    મોડાસામાં 73મા સહકાર સપ્તાહની ઉજવણી:અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ અને ઉપાધ્યક્ષ પ્રજ્ઞેશ ગાંધી ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment