Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતે 73 લાખના ખર્ચે જેટીંગ મશીનોનું લોકાર્પણ કર્યું:ચુડા, સાયલા અને લખતર તાલુકામાં ગટર સફાઈને વેગ મળશે

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા ચુડા, સાયલા અને લખતર તાલુકાઓ માટે 73 લાખ રૂપિયાના ખર્ચે જેટીંગ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનો 15મા નાણાંપંચ અંતર્ગત મંજૂર કરાયા છે. તેનાથી જિલ્લામાં ભૂગર્ભ ગટર અને સ્વચ્છતાની કામગીરીને વધુ વેગ મળશે. આ મશીનોનું લોકાર્પણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે એક કાર્યક્રમમાં થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભાવેશ દવે સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. આ મશીનો ચુડા, સાયલા અને લખતર તાલુકાઓ માટે મંજૂર કરાયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી આ મશીનો સંબંધિત તાલુકાઓને સોંપી દેવામાં આવ્યા છે. આધુનિક જેટીંગ મશીનરીની ફાળવણીથી આ તાલુકાઓમાં ભૂગર્ભ ગટરની સફાઈ અને બ્લોકેજ દૂર કરવાની કામગીરી ઝડપી અને અસરકારક બનશે. આ પ્રયાસથી તાલુકા કક્ષાએ નાગરિકોની સુખાકારી વધશે અને સ્વચ્છતા અભિયાન વધુ મજબૂત બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિજયભાઈ, ભાઈલાલભાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ પરમાર અને શ્વેતા તિવારી પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હંસપુરામાંથી અમેરિકાના લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું:બેંક વકીલની ખોટી ઓળખ આપી છેતરતાં, 200થી વધુ લોકોને ઠગ્યા; 2 યુવતી સહિત 7ની ધરપકડ
    Next Article
    વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ધારાસભ્ય જગદીશ મકવાણાએ મુલાકાત લીધી:દર્દીઓને મળતી સારવાર, દવાઓ અને અન્ય સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment