Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર ગાયને બચાવવા જતા બાઇક પટકાઈ:સમૂહ લગ્નોત્સવમાં જઈ રહેલા પિતા-પુત્રનાં મોત, લુણી-વડાલા રોડ પર અકસ્માત

    7 hours ago

    અંજારમાં રોડ પર ગાય આડી આવતા તેને બચાવવા જતા બાઇક રોડ પર પટકાઈ હતી. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રના મોત થયા છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામના 40 વર્ષીય કાનજી દેવજી માંગલિયા અને તેમનો 8 વર્ષના પુત્ર રુદ્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બંને બાઇક પર સવાર હતા. મુન્દ્રાના લુણી ગણેશ મંદિરમાં સમાજ તરફથી સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું. તેમાં હાજરી આપવા કાનજીભાઈ પુત્ર રુદ્ર સાથે સિનુગ્રાથી લુણી જઈ રહ્યા હતા. ગઈકાલે મોડી સાંજે તેઓ લુણી-વડાલા રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક ગાય રસ્તા પર આડી આવી હતી. ગાયને બચાવવાનો પ્રયાસ કરતાં કાનજીભાઈએ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી અકસ્મત થયો હતો. જેમાં પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. બંનેના માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.
    Click here to Read More
    Previous Article
    ‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’:દીનુ સોલંકીના ‘બહારવટિયા-દાન’ અંગેના પ્રહારો સામે વિક્રમસિંહ પરમારનો જવાબ; કોડીનાર-સુરેન્દ્રનગર કારડીયા રાજપૂત સમાજમાં વિવાદ વકર્યો
    Next Article
    સચિનમાં ગેરકાયદે ખડકાયેલા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં લાગેલી આગ 40 કલાકે કાબુમાં:100થી વધુ ફાયર કર્મચારીઓની જહેમત, 10 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment