Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’:દીનુ સોલંકીના ‘બહારવટિયા-દાન’ અંગેના પ્રહારો સામે વિક્રમસિંહ પરમારનો જવાબ; કોડીનાર-સુરેન્દ્રનગર કારડીયા રાજપૂત સમાજમાં વિવાદ વકર્યો

    7 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કારડીયા રાજપૂત સમાજની બે શૈક્ષણિક સંસ્થા—કોડીનારની કારડીયા રાજપૂત વિદ્યાર્થી ભુવન (KRVB) અને સુરેન્દ્રનગરની ગુજરાત રાજપૂત કરિયર એકેડમી (GRCA) વચ્ચેના કથિત મતભેદો હવે જાહેર મંચ પર આવી ગયા છે. પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ સમાજમાં ભાગલા પાડવા, દાન ઉઘરાવવા અને સમાજની જમીન પચાવી પાડવાના પ્રયાસો અંગે સુરેન્દ્રનગરના આગેવાનો પર નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. જેની સામે સુરેન્દ્રનગર કારડીયા રાજપૂત સમાજના વિક્રમસિંહ પરમારે પણ સંમેલનમાં વળતો પ્રહાર કરીને તીખી પ્રતિક્રિયા આપી છે. વિક્રમસિંહ પરમારનો વળતો પ્રહાર: ‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’ દીનુ સોલંકીના આ નિવેદનો સામે સુરેન્દ્રનગર કારડીયા રાજપૂત સમાજના વિક્રમસિંહ પરમારે પણ કોઈનું નામ લીધા વિના એક સંમેલનમાં સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તમે કોઈ પવિત્ર સદકાર્ય કે સારું કાર્ય લઈને નીકળ્યા હોય ત્યારે કદાચ આવા એકાદ ભૂંડળા કાંઈક આડું અવળું બોલી જાય, તો એની સામે ધ્યાન ન દેવાય, પણ સમય આવે ત્યારે એનો જવાબ આપી દેવાય. કારણ કે આ ડુક્કરના જવાબો દઈએ તો શું આપણે ડુક્કર છીએ? સંઘર્ષ કરવા કે બાઝવા માટે લેવલ વાળો માણસ ગોતાય, જેની ને તેની હારે તો ન જ બઝાય. બંને આગેવાનના આ સામસામેના શાબ્દિક પ્રહારો બાદ કોડીનાર, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરના કારડીયા રાજપૂત સમાજના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક જ દિવસે બે અલગ-અલગ કાર્યક્રમથી વિવાદની શરૂઆત કારડીયા રાજપૂત સમાજની આ બંને સંસ્થામાંથી અનેક યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી સરકારી નોકરી મેળવી છે. જોકે, 14 નવેમ્બરના રોજ કોડીનારમાં એક જ દિવસે બંને સંસ્થા દ્વારા અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બપોરે દક્ષિણામૂર્તિ વિસ્તારમાં GRCAનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સાંજે બગીચા વિસ્તારમાં KRVB દ્વારા ‘સર્વ સમાજ સિદ્ધિ સમારોહ’નું આયોજન કરાયું હતું. આ સમારોહમાં દીનુ બોઘા સોલંકીએ સુરેન્દ્રનગરના આગેવાનો અને GRCA સાથે સંકળાયેલા લોકો સામે મોરચો માંડ્યો હતો. ‘KRVB કાર્યરત હોવા છતાં GRCAનું સેન્ટર લાવી સમાજના ભાગલા પાડ્યા’ દીનુ બોઘા સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, કોડીનારમાં સમાજના યુવાનોના શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે KRVB પહેલેથી જ સારી રીતે ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં નહીં ચાલ્યું એટલે અહીં કોડીનારમાં સેન્ટર લઈ આવ્યા. માત્ર સમાજ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગલા પાડવા તેમજ પોતાના નામ મોટા કરવા માટે કેટલાક લોકો સુરેન્દ્રનગરથી કોડીનારની બજારમાં વર્ષોથી હડિયાપાટી કરે છે. દાન ઉઘરાવવા મુદ્દે સ્થાનિકોને અપીલ અને ખુલ્લો પડકાર GRCA સાથે સંકળાયેલા લોકો કોડીનાર અને આસપાસના વિસ્તારમાંથી દાન એકત્રિત કરતા હોવાનો મુદ્દો ઉઠાવતા પૂર્વ સાંસદે સ્થાનિક પ્રજાને અપીલ કરી હતી કે, તેઓ પોતાના તાલુકાની સ્થાનિક સંસ્થાઓને જ સહયોગ આપે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, "અમે કોડીનારથી છાલીયું લઈને દાન માંગવા તમારા સુરેન્દ્રનગરમાં ક્યારેય આવતા નથી. ઘરે ઘરે આવીને મીઠી વાતો કરીને લોકોને ભરમાવતા આવા લોકોને ફાળો આપતા નહીં. આને શિક્ષણ સાથે નહીં, પરંતુ પોતાના નામ અને કમાણી સાથે સંબંધ છે. તમે જેટલા કરોડના દાનની વાત કરો છો, એટલું દાન મારો પરિવાર આજે પણ આપવા સક્ષમ છે. અહીંના કોઈના બાળકો સુરેન્દ્રનગર ભણવા જતા નથી, તો આપણે ત્યાં ફાળો શા માટે આપવો? જમીન પચાવી પાડવાના પ્રયાસ અને રક્તશુદ્ધિની વાતો સામે સવાલ દીનુ સોલંકીએ સમાજના શિક્ષણ ક્ષેત્રે પૂર્વ મંત્રીઓ જસા બારડ, લક્ષ્મણ પરમાર અને વજુ વાળાના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, આ વડીલો જ્યારે સત્તામાં હતા ત્યારે GRCA સાથે જોડાયેલા લોકો તેમની સાથે રહેતા હતા, પરંતુ હવે તેઓ સમાજમાં રક્તશુદ્ધિની વાતો કરી રહ્યા છે. વધુમાં, ગાંધીનગરમાં વડીલોના પ્રયાસોથી સમાજ માટે મળેલી જમીન પર કબજો જમાવવાના પ્રયાસો પણ સુરેન્દ્રનગરના કેટલાક બહારવટીયાઓએ કર્યા હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો. કોડીનાર તાલુકો દેવીપૂજક અને દલિત સહિત સર્વ સમાજને સાથે લઈને ચાલતો હોવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો. ‘ઘોડા-લશ્કર લઈને આવો, મેદાન કોડીનારમાં જ છે’ ભાષણના અંતે દીનુ સોલંકીએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય તે અમદાવાદ અને સુરેન્દ્રનગરથી ઘોડા ને લશ્કર લઈને આવે. ઘોડો અને મેદાન અહીં કોડીનારમાં જ છે, અમે કોઈનાથી ડરતા નથી.
    Click here to Read More
    Previous Article
    સુરતીઓ વેકેશનમાં બહારગામ, છતાં હવામાં ઝેર યથાવત્:સવારે 7 વાગ્યે શહેરનો AQI 242 નોંધાયો, 7 વિસ્તારોમાં પ્રદૂષણ ‘જોખમી’ કેટેગરીમાં
    Next Article
    રોડ પર ગાયને બચાવવા જતા બાઇક પટકાઈ:સમૂહ લગ્નોત્સવમાં જઈ રહેલા પિતા-પુત્રનાં મોત, લુણી-વડાલા રોડ પર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment