Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતીઓ વેકેશનમાં બહારગામ, છતાં હવામાં ઝેર યથાવત્:સવારે 7 વાગ્યે શહેરનો AQI 242 નોંધાયો, 7 વિસ્તારોમાં પ્રદૂષણ ‘જોખમી’ કેટેગરીમાં

    7 hours ago

    હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી સુરત શહેર લગભગ 50% ખાલી થઈ ગયું છે અને લોકો વતન કે ફરવા ઉપડી ગયા છે. આ ઉપરાંત શહેરના અંદાજે 80% કાપડ ઉદ્યોગો અને સંલગ્ન યુનિટોમાં પણ વેકેશનના કારણે ઉત્પાદન બંધ છે. સામાન્ય રીતે ટ્રાફિક અને ઔદ્યોગિક ધમધમાટ ઘટવાથી હવા શુદ્ધ થવી જોઈએ, પરંતુ સુરતમાં તેનાથી તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. વેકેશન હોવા છતાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 226 નોંધાયો છે, જે 'અનહેલ્ધી' કરતાં પણ વધુ ગંભીર એટલે કે 'સિવિયર' કેટેગરીમાં આવે છે. દિલ્હી-કોલકાતા બાદ સુરતમાં સૌથી વધુ પ્રદૂષણ પ્રદૂષણની બાબતમાં સુરતે અમદાવાદને પણ પાછળ છોડી દીધું છે. દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં નવી દિલ્હી અને કોલકાતા બાદ સુરતની હવા સૌથી વધુ ખરાબ જોવા મળી છે. 16 નવેમ્બરના રોજ સવારે 7:01 વાગ્યે સુરતનો AQI 242 સુધી પહોંચી ગયો હતો. નવેમ્બર મહિનાના આંકડા પર નજર કરીએ તો, 9 નવેમ્બરે AQI 232 અને 15 નવેમ્બરે 195 નોંધાયો હતો, જે સતત વધી રહેલા પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે. શહેરના પોશ વિસ્તારોમાં પણ હવા અત્યંત ખરાબ સુરતના વિવિધ વિસ્તારોના આંકડા ચોંકાવનારા છે. ભીમરાડમાં સૌથી વધુ 247 AQI (PM2.5: 172 µg/m³) નોંધાયો છે, જ્યારે આરોગ્ય નગરમાં 233, ગુરુ રામ પાવન ભૂમિ વિસ્તારમાં 231, ડભોલીમાં 223 અને અડાજણ ગામમાં 211 AQI સાથે હવા 'સિવિયર' શ્રેણીમાં પહોંચી છે. આ ઉપરાંત બલેશ્વરમાં પણ 194 AQI નોંધાયો છે. ઉદ્યોગો અને વાહનોની સંખ્યા ઘટી હોવા છતાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહેતા શહેરીજનોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. હવાની ગુણવત્તા માપવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નો ઉપયોગ થાય છે. ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા હવાની ગુણવત્તાને 6 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે. AQIનો આંકડો જેટલો ઓછો, હવા તેટલી વધુ શુદ્ધ ગણાય છે અને જેટલો આંકડો વધે તેટલું સ્વાસ્થ્ય માટે જોખમ વધે છે.
    Click here to Read More
    Previous Article
    દીવાલમાં બાકોરું પાડી ઘૂસ્યો, કેબલ વાયર ચોર્યા:ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ તોડી નાખી, કડીના જેસંગપુરા ગામની સીમમાં ટ્યુબવેલની ઓરડીમાં ચોરી
    Next Article
    ‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’:દીનુ સોલંકીના ‘બહારવટિયા-દાન’ અંગેના પ્રહારો સામે વિક્રમસિંહ પરમારનો જવાબ; કોડીનાર-સુરેન્દ્રનગર કારડીયા રાજપૂત સમાજમાં વિવાદ વકર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment