Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિનમાં ગેરકાયદે ખડકાયેલા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં લાગેલી આગ 40 કલાકે કાબુમાં:100થી વધુ ફાયર કર્મચારીઓની જહેમત, 10 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો

    6 hours ago

    સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઈકલેરા ગામની સીમ તથા ખરવાસા અને વાંઝ ગામ વચ્ચેના વિસ્તારમાં આવેલા ચિન્દી ગોડાઉનો અને નવવિઘાના ખેતરમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં લાગેલી ભીષણ આગ પર 100થી વધારે ફાયર કર્મચારીઓએ શિફ્ટવાઈઝ કામગીરી કરીને સતત 40 કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો છે. આ વિકરાળ આગને ઓલવવા માટે 10 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ સતત દોડતી રહી હતી અને અંદાજે દસ લાખથી પણ વધારે પાણીનો માર ચલાવવામાં આવ્યો હતો. ચિન્દી અને અન્ય ગોડાઉન બળીને ખાખ ગત 14 નવેમ્બરે સવારે 9 વાગ્યા આસપાસ સચિન વિસ્તારમાં આવેલા ઈકલેરા ગામની સીમ અને ખરવાસા-વાંઝ વચ્ચે આવેલા નવવિઘાના ખેતરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચિંદી, કાપડનો જથ્થો અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં પડેલો હોવાને કારણે આગે ક્ષણભરમાં જ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તમામ ચિન્દી અને અન્ય ગોડાઉન તેની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. 10 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો આ ભયાનક આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધારે ફાયર ફાઈટર દ્વારા સિફ્ટ વાઇઝ અથાક કામગીરી કરવામાં આવી હતી. 10 ફાયર સ્ટેશનમાંથી આવેલી 15થી વધુ ગાડીઓ સતત 40 કલાક સુધી દોડતી રહી હતી અને આગ ઓલવવા માટે લગભગ દસ લાખથી પણ વધારે પાણીનો માર સતત ચલાવવામાં આવ્યો હતો. 40 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આ ગંભીર દુર્ઘટના સંદર્ભે ફાયર વિભાગ દ્વારા ચુડાના અધિકારીઓને આગ લાગવાની અને સ્થિતિની ગંભીરતા વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે ચુડાનું એક પણ અધિકારી સ્થળ પર ડોકાયા ન હતા. હાલ 40 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્રની બેદરકારી અને ઔદ્યોગિક કચરાના ગેરકાયદેસર નિકાલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રોડ પર ગાયને બચાવવા જતા બાઇક પટકાઈ:સમૂહ લગ્નોત્સવમાં જઈ રહેલા પિતા-પુત્રનાં મોત, લુણી-વડાલા રોડ પર અકસ્માત
    Next Article
    સુરતમાં આપઘાતની બે ઘટના:મોબાઈલ બાબતે માતાએ ઠપકો આપતા ધો-9ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો, અવસાન પામેલા પુત્રના વિરહમાં પિતાએ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment