Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણથી વંચિત બાળકોને શોધવા માટે ખાસ ઝુંબેશ:નારી સંરક્ષણ ગૃહ, ઓબ્ઝર્વેશન હોમ અને રિમાન્ડ હોમમાં પણ તપાસના આદેશ

    1 day ago

    શિક્ષણથી સંપૂર્ણપણે વંચિત તથા અભ્યાસ અધવચ્ચે છોડી દેનાર 6થી 18 વર્ષીય બાળકોની શોધખોળ માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ અંતર્ગત હવે શૈક્ષણિક સંસ્થાઓની સાથેસાથે નારી સંરક્ષણ ગૃહ, ઓબ્ઝર્વેશન હોમ અને રિમાન્ડ હોમ જેવા સંસ્થાગત સ્થળોએ પણ ઝીણવટભરી તપાસ કરવાના સખત આદેશો જારી કરાયા છે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી સ્કૂલ બહારના બાળકોનો ડેટા એકત્ર કરાશે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ચાલતી આ કવાયતનો મુખ્ય હેતુ આવા બાળકોનું સાચું શૈક્ષણિક પુનર્વસન કરવાનો છે. આ માટે શાળાઓ અને તપાસ કરતી ટીમોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે તપાસ દરમિયાન જે બાળકો મળી આવે તેની નોંધ 'ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ' (CTS)માં 'નેવર એનરોલ્ડ' તરીકે ત્વરિત કરવી. આ ઉપરાંત અભ્યાસ અધૂરો મૂકનારા કે અનટ્રેક થયેલા બાળકોને પણ પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે સ્કૂલ બહારના બાળકોનો ડેટા એકત્ર કરાશે. બાંધકામ સાઇટ્સ, ઝૂંપડપટ્ટીઓ સહિતમાં તપાસ આ મહત્ત્વપૂર્ણ સર્વેની કામગીરી માત્ર શૈક્ષણિક સંકુલ પૂરતી મર્યાદિત નથી પરંતુ વ્યાપક સ્તરે હાથ ધરાઈ રહી છે. જે મુજબ બાંધકામ સાઇટ્સ, ધાર્મિક સ્થળો, સિનેમાઘરો, ઝૂંપડપટ્ટીઓ તેમજ બસ અને રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરવા તાકીદ કરાઈ છે. આ સમગ્ર પ્રક્રિયા સમયમર્યાદામાં અને યોગ્ય રીતે પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે ઉદ્દેશ્ય સમગ્ર શિક્ષા દ્વારા બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, ઓપન સ્કૂલિંગ અને મુખ્ય ધારા સાથે જોડાણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને સ્લમ અને પોકેટ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ અપાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નેશ, બેકવર્ડ એરિયા, અગરિયા ક્ષેત્ર અને જંગલ વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની પૂરતી તકેદારી રખાશે.
    Click here to Read More
    Previous Article
    જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા:બોર્ડે બીજા કાર્યકાળ માટે બિનહરીફ પસંદગી કરી
    Next Article
    રમરમાટ સ્વિફ્ટ પલટી,બે યુવક 15 ફૂટ ઉછળી પટકાતા મોત:એક ઈજાગ્રસ્ત, મોરબીમાં કાર ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના યુવકો ડેકોરેશનનું કામ કરતા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment