Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાતંત્ર પર્વે સ્વચ્છતા વીરોની જ ઉપેક્ષા‎:15મી ઓગસ્ટે સેનિટેશન વિભાગની સન્માનમાં બાદબાકી; કર્મીઓમાં રોષ

    1 day ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા અને ગલીઓમાં સફાઈની જવાબદારી નિભાવીને સ્વચ્છતા જાળવતા સેનિટેશન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે 15મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) નિમિત્તે નિરાશાજનક સ્થિતિ સર્જાઈ હતી. રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અન્ય વિભાગોના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ શહેરીજનોની આરોગ્ય સુરક્ષા અને સફાઈ માટે દિવસ-રાત મહેનત કરતા સેનિટેશન વિભાગના કર્મચારીઓનું કોઈ જ સન્માન કરવામાં આવ્યું ન હતું. આ પ્રકારની ખુલ્લી ઉપેક્ષાને કારણે સમગ્ર સેનિટેશન વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ અને નારાજગીની લાગણી ફેલાઈ ગઈ છે. સેનીટેશન વિભાગની જગ્યા અંત્યત મલાઇદાર હોય. આ જગ્યા ઉપર શાખા અધિકારી તરીકે બેસવા માટે અંદરો અંદરના પ્રશ્નોના કારણે તાજેતરમાં પડેલા વરસાદની કામગીરી તેમજ એકાએક કોઇ વાઇરસના કારણે અંદાજે 1000થી વધુ ભુંડો મરી ગયેલા. જેના નિકાલની સારી કામગીરી કરવામાં આવેલ. તેમ છતા અંદરોઅંદરના વિવાદમાં સફાઇ કર્મીઓના સન્માનની નોંધ ન લેવાતા ભારે નારાજગી વ્યાપી. ચેરમેનની આગેવાનીમાં કમિશનરને રજૂઆત ઘટનાને પગલે રોષે ભરાયેલા કર્મચારીઓ ચૂપ બેઠા નહોતા. સેનિટેશન વિભાગના ચેરમેનની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓનું પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું. કમિશનર સમક્ષ આ મામલે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે, આ રજૂઆત દરમિયાન પીઆરઓ (PRO) અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા કે વલણને કારણે મામલો વધુ ગરમાયો હતો અને કર્મચારીઓમાં તંત્રની ઉદાસીનતા સામે વધુ આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો હતો. રજીસ્ટ્રીના પત્ર વ્યવહારથી જાણ પણ કરવામાં આવેલી છે , સહી પણ છે મનપાના પીઆરઓ સાથે વાત કરતા જણાવેલ કે, રજીસ્ટ્રી શાખા મારફત મનપાની તમામ શાખાને સન્માન માટે નામો મોકલી આપવામાં જણાવેલ. જે સેનીટેશન શાખાએ મોકલેલ નથી . અને પંડીત દીનદયાળ ટાઉન હોલમાં જે નામની ચર્ચા થયેલી એ જિલ્લા કક્ષાએ નામ મોકલવા માટે પૂછેલ માટે ના પાડેલી. પીઆઓએ કાર્યક્રમમાં નામ આપવાની ના પાડેલી સેનીટેશન શાખા અધિકારીએ જણાવેલ કે, પંડીત દિનદયાળ ટાઉનના હોલના કાર્યક્રમમાં સન્માન માટેના નામનું પૂછતા પીઆરઓએ ના પાડેલ છે.
    Click here to Read More
    Previous Article
    બ્લડ ચઢાવતી વખતે તબીબોએ‎બેદરકારી દાખવી - પરિવારજનો‎:સી.જે.હોસ્પિટલના ર્ડાક્ટર સામે આક્ષેપ; શરીર ઠંડુ પડતાં બેભાન
    Next Article
    ભારે વરસાદની આગાહી:787 સગર્ભા મહિલાઓ અને 1.42 લાખથી વધુ BP-ડાયાબિટીસ દર્દીઓનું મોનિટરિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment