Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લડ ચઢાવતી વખતે તબીબોએ‎બેદરકારી દાખવી - પરિવારજનો‎:સી.જે.હોસ્પિટલના ર્ડાક્ટર સામે આક્ષેપ; શરીર ઠંડુ પડતાં બેભાન

    1 day ago

    સુરેન્દ્રનગર સ્થિત સી.જે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બેદરકારી સામે આવી છે. અક્ષયભાઈ ત્રિભુવનભાઈ પંચાસરાના કાકી લતાબેન રજનીશભાઈ પંચાસરાને પેટમાં દુ:ખાવાની તકલીફ હોવાથી દાખલ કરાયા હતા. ડૉક્ટરની સલાહ મુજબ લોહીની બોટલ ચઢાવવાનું શરૂ કરાયું હતું. અચાનક લતાબેનનું શરીર ઠંડુ પડી જતાં તેઓ બેભાન અવસ્થામાં જવા લાગ્યા હતા. આ અંગે ફરજ પરના ડૉક્ટરનું ધ્યાન દોરવા છતાં બ્લડ ચડાવવાનું ચાલુ રખાયું હતું. ડૉક્ટર અને સ્ટાફને પૂછપરછ કરતા તેમણે બ્લડ ચડાવવાનું બંધ કરવા સૂચવ્યું હતું. આક્ષેપ : વીડિયો કોલથી સારવાર કરી દર્દીની તબિયત વધુ લથડતા તેમને આઈ.સી.યુ. (ICU) માં ખસેડવામાં આવ્યા હતા. આઈ.સી.યુ.માં રાખ્યા દરમિયાન ફરજ પરના ડૉક્ટર દ્વારા યોગ્ય સારવાર ન અપાઇ હોવા અને સ્ટાફ દ્વારા માત્ર વીડિયો કોલથી સારવાર કરાઇ હોવાનો ગંભીર આક્ષેપ છે. બચાવ : યોગ્ય મેનેજમેન્ટ કરાયું દરેક દર્દીની તાસીર અલગ હોય છે અને બ્લડ ચડાવ્યા બાદ રેર કેસમાં રિએક્શન આવી શકે છે. આ કેસમાં દર્દીને બ્લડ ચડાવ્યા પછી આઈ.સી.યુ. માં શિફ્ટ કરી યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું, અને તે જ બોટલમાંથી 50 એમ.એલ. લોહી અન્ય બાળકને આપતા તેને કોઈ રિએક્શન આવ્યું ન હતું. આ મામલે પોલીસે મેડીકલ ઓફિસર અને સંબંધિત ડોક્ટર પાસે વેરિફિકેશન કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.> ડો.અજય વસાણી, ફિજીશિયન.સી.જે .હોસ્પિટલ
    Click here to Read More
    Previous Article
    એફડીએ કમિશનરના નિશાન પર હવે બોલીવૂડના કલાકારો:પાન મસાલાની ‘પરોક્ષ' જાહેરાત કરવા માટે શાહરુખ, અજય દેવગન અને ટાઈગરને નોટિસ
    Next Article
    સ્વાતંત્ર પર્વે સ્વચ્છતા વીરોની જ ઉપેક્ષા‎:15મી ઓગસ્ટે સેનિટેશન વિભાગની સન્માનમાં બાદબાકી; કર્મીઓમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment