Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એફડીએ કમિશનરના નિશાન પર હવે બોલીવૂડના કલાકારો:પાન મસાલાની ‘પરોક્ષ' જાહેરાત કરવા માટે શાહરુખ, અજય દેવગન અને ટાઈગરને નોટિસ

    1 day ago

    ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ હવે પોતાનું ધ્યાન સીધા બોલિવૂડના મોટા સ્ટાર્સ તરફ વાળ્યું છે. મહારાષ્ટ્ર એફડીએએ સુપરસ્ટાર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને 'વિમલ પાન મસાલા'ની 'સરોગેટ' (પરોક્ષ) જાહેરાત કરવા બદલ 'કારણ બતાવો' નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ છે. મુંઢેની આ કાર્યવાહીથી બોલિવૂડમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અજય દેવગન, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફ 'વિમલ ઈલાયચી'ની એક જાહેરાતમાં સાથે દેખાયા હતા. એફડીએએ 'વિમલ પાન મસાલા' ની જાહેરાત પર આરોપ લગાવ્યો છે, જે વાસ્તવમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખાની સરોગેટ જાહેરાત છે. 13 જુલાઈ, 2026ના રોજના સુધારેલા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પ્રતિબંધિત છે. એફડીએએ આ ત્રણ કલાકારોને કડક શબ્દોમાં નોટિસ મોકલી છે અને નીચેની સૂચનાઓ જારી કરી છે: જાહેરાત તાત્કાલિક બંધ કરો: 'વિમલ પાન મસાલા/ઈલાયચી'ની જાહેરાતમાં તમારી ભાગીદારી તાત્કાલિક બંધ કરો. પ્રમોશનલ ટેક્સ્ટ દૂર કરો: તમારા બધા સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ્સ અને વેબસાઇટ પરથી આ પ્રમોશન સંબંધિત તમામ પ્રમોશનલ ટેક્સ્ટ દૂર કરો. ૧૫ દિવસની અંદર ખુલાસો આપો: આ મામલે તમારી સામે કાનૂની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? ઉપરાંત, આ જાહેરાતમાં તમારી ભૂમિકા અંગે ૧૫ દિવસની અંદર વિગતવાર લેખિત ખુલાસો સુપરત કરો. આ નોટિસ અજય દેવગનને તેના જુહુ સ્થિત નિવાસસ્થાન, શાહરુખ ખાનને બાંદરા સ્થિત તેના 'મન્નત' બંગલામાં અને ટાઇગર શ્રોફને તેના પ્રોડક્શન હાઉસ 'ટાઇગર શ્રોફ પ્રોડક્શન્સ એલએલપી' ખાતે મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રૂપિયા 5 કરોડની ખંડણીનો મામલો:ગુજરાતીને ફસાવવાની ધમકી આપી ખંડણી માગતી મહિલાની ધરપકડ
    Next Article
    બ્લડ ચઢાવતી વખતે તબીબોએ‎બેદરકારી દાખવી - પરિવારજનો‎:સી.જે.હોસ્પિટલના ર્ડાક્ટર સામે આક્ષેપ; શરીર ઠંડુ પડતાં બેભાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment