Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદની આગાહી:787 સગર્ભા મહિલાઓ અને 1.42 લાખથી વધુ BP-ડાયાબિટીસ દર્દીઓનું મોનિટરિંગ

    1 day ago

    હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને પગલે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્રે સગર્ભા ઓ અને નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (NCD)ના દર્દીઓ માટે વિશેષ પૂર્વ તૈયારી શરૂ કરી છે. આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગે આગામી 10થી 12 દિવસમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી 787 સગર્ભા મહિલાઓની ઓળખ કરી સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. સાથે જ BPના 85,603 અને ડાયાબિટીસના 57,071 દર્દીઓને નિયમિત સારવાર અને દવાઓ મળી રહે તેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ PHC, CHC, હેલ્થ વર્કરો અને આશા બહેનોને વિશેષ સૂચનાઓ અપાઈ છે. આશા બહેનો મહિલાઓની તબિયત, પરિવારનો સંપર્ક, હોસ્પિટલ સુધી પહોંચવાનો માર્ગ સહિતની વિગતો અપડેટ રાખી રહી છે. માર્ગો બંધ થવાની સ્થિતિ સર્જાય તો પ્રસૂતિ પહેલાં જ નજીકની સરકારી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે દાખલ કરવાની વ્યવસ્થા તેમજ એમ્બ્યુલન્સ, દવાઓ, મેડિકલ સ્ટાફ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સંકલન માટે આરોગ્ય તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગર્ભાવસ્થામાં ભારે વરસાદ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો ભારે વરસાદ દરમિયાન સગર્ભા મહિલાઓએ સમયસર આરોગ્ય તપાસ કરાવવી, જરૂરી દવાઓ અને માતૃત્વ સંબંધિત દસ્તાવેજો તૈયાર રાખવા તેમજ હોસ્પિટલ સુધી પહોંચવાના વિકલ્પની અગાઉથી જાણકારી રાખવી જરૂરી છે. પ્રસૂતિની તારીખ નજીક હોય અને ભારે વરસાદની સંભાવના હોય તો તબીબની સલાહ મુજબ અગાઉથી હોસ્પિટલમાં દાખલ થવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આથી ઇમરજન્સી સમયે વિલંબ ટાળી માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સ્વાતંત્ર પર્વે સ્વચ્છતા વીરોની જ ઉપેક્ષા‎:15મી ઓગસ્ટે સેનિટેશન વિભાગની સન્માનમાં બાદબાકી; કર્મીઓમાં રોષ
    Next Article
    પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડાયેલી લોકવાયકા:પાલનપુરના ભૂતેડી ગામ પાસે પર્વતની કુદરતી ગુફામાં બિરાજમાન બે શિવલિંગ ધરાવતા હર ગંગેશ્વર મહાદેવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment