Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડાયેલી લોકવાયકા:પાલનપુરના ભૂતેડી ગામ પાસે પર્વતની કુદરતી ગુફામાં બિરાજમાન બે શિવલિંગ ધરાવતા હર ગંગેશ્વર મહાદેવ

    1 day ago

    પાલનપુર તાલુકાના ભૂતેડી ગામ નજીક અરવલ્લીની પહાડીઓમાં કુદરતે સર્જેલી અદભુત રચના સૌનું ધ્યાન ખેંચી રહી છે. પર્વતને જોતા જાણે મુનિરાજ ધ્યાનમુદ્રામાં તપ કરી રહ્યા હોય તેવી આકૃતિ નજરે પડે છે. આ જ પર્વતીય વિસ્તારમાં કુદરતી ગુફામાં હર ગંગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામ નજીકનો નાનો સરસ પર્વત પોતાની અનોખી આકૃતિને કારણે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પર્વતને ચોક્કસ દિશામાંથી જોતા ધ્યાનમુદ્રામાં બેઠેલા મુનિરાજ જેવી આકૃતિ દેખાય છે, જે કુદરતની અદભુત કલાકૃતિનો અનુભવ કરાવે છે. આ જ પર્વતીય વિસ્તારમાં આવેલી કુદરતી ગુફામાં હર ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિર બે શિવલિંગ ધરાવે છે અને પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડાયેલી લોકવાયકા પણ પ્રચલિત છે. શ્રાવણ માસમાં વહેલી સવારથી ભક્તો જળાભિષેક, પૂજા-અર્ચના અને દર્શન માટે ઉમટી પડે છે. શ્રાવણના સોમવારે વિશેષ ભીડ રહે છે. કુદરતી ગુફા, પર્વતીય વાતાવરણ અને શિવલિંગના દર્શનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઊઠે છે. પર્વતમાં દેખાય છે મુનિરાજ જેવી આકૃતિ પાલનપુર તાલુકાના ભૂતેડી ગામ નજીક અરવલ્લીની પહાડીઓમાં કુદરતે અદભુત ગીરીરાજ સર્જ્યો છે. નાનો સરસ પર્વત પોતાની અનોખી રચનાના કારણે સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. પર્વતને ધ્યાનથી જોતા જાણે મુનિરાજ ધ્યાનમુદ્રામાં તપ કરી રહ્યા હોય તેવી આકૃતિ સ્પષ્ટ દેખાય છે. કુદરતની આ અદ્ભુત કલાકૃતિ પ્રકૃતિની સુંદરતા અને સર્જનાત્મકતાનો પરિચય કરાવે છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદની આગાહી:787 સગર્ભા મહિલાઓ અને 1.42 લાખથી વધુ BP-ડાયાબિટીસ દર્દીઓનું મોનિટરિંગ
    Next Article
    દૂધસાગર ડેરીની વાર્ષિક સભામાં ચેરમેનની જાહેરાત:દૂધસાગર ડેરી 455 કરોડનો ભાવ વધારો ચૂકવશે કિલો ફેટ દૂધનો ભાવ 20 વધારી રૂ.1003 કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment