Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધસાગર ડેરીની વાર્ષિક સભામાં ચેરમેનની જાહેરાત:દૂધસાગર ડેરી 455 કરોડનો ભાવ વધારો ચૂકવશે કિલો ફેટ દૂધનો ભાવ 20 વધારી રૂ.1003 કરાયો

    1 day ago

    મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ.455 કરોડનો ભાવ વધારો અને 10 ટકા શેર ડિવિડન્ડ આપવામાં આવશે. શનિવારે ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અશોકભાઈ ચૌધરીએ આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. ગત વર્ષના રૂ.983ના ભાવમાં રૂ. 20નો વધારો કરી આ વર્ષે પ્રતિ કિલો ફેટે રૂ.1,003નો આખરી ભાવ ચૂકવવામાં આવશે. આ રકમ પશુપાલકોના બેંક ખાતામાં આગામી પગાર ચક્ર સાથે જમા થઈ જશે. ચેરમેને જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ડેરીનું ટર્નઓવર 80 ટકાના વધારા સાથે રૂ.5,012 કરોડથી વધીને રૂ.9,043 કરોડ થયું છે. વાર્ષિક દૂધ સંપાદન 101.98 કરોડ કિલોથી વધીને 132.67 કરોડ કિલો નોંધાયું છે. આ સિવાય રૂ.771 કરોડની નવી મિલકતો વસાવવામાં આવી છે. ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર સરકારની દૂધાળા પશુ યોજનાનો 1,600 દૂધ ઉત્પાદકોને લાભ અપાવ્યો છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકે તમામ લોન અરજીઓ મંજૂર કરી ધિરાણ શરૂ કર્યું છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2015-16માં રૂ.102.46 કરોડ ભાવવધારો અપાયો હતો. જે વર્ષ 2025-26માં વધીને રૂ.455 કરોડએ પહોંચ્યો છે. આમ, એક દાયકામાં ભાવ વધારાની રકમમાં ચાર ગણો વધારો નોંધાયો છે. દૂધના ભાવમાં વૃદ્ધિ | પાંચ વર્ષમાં દૂધનો ભાવવધારાથી પશુપાલકોને રૂ.2,664 કરોડનો ફાયદો‎ દૂધના ભાવમાં વૃદ્ધિ: છેલ્લા પાંચ વર્ષમાં દૂધનો ભાવ રૂ.650થી વધીને રૂ.855 થતાં પશુપાલકોને રૂ.2,664 કરોડનો ફાયદો થયો છે. વીમા સહાય: દૂધ ઉત્પાદકોનો સામાન્ય વીમો રૂ.35 હજારથી વધીને રૂ.1 લાખ અને અકસ્માત વીમો રૂ.1 લાખથી વધીને રૂ.4 લાખ કરાયો છે. પશુ સારવાર: વિઝિટ ફીમાં રૂ.100નો ઘટાડો કરાતાં પશુપાલકોને રૂ.17 કરોડની બચત થઈ છે. સરકારી સહાય: વિવિધ યોજનાઓ હેઠળ કુલ રૂ.175.86 કરોડની સરકારી સહાય મેળવાઈ છે. ડેરી પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરશે ઓર્ગેનિક પ્લાન્ટ: ખેરાલુમાં ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ કરી ખેડૂતો પાસેથી ઓર્ગેનિક શાકભાજી અને અનાજની ખરીદી કરાશે. ફૂડ પાર્ક: જગુદણ ખાતે હાઈવે પર ફૂડ પાર્ક બનાવવામાં આવશે, જ્યાં રેડી-ટુ-ઈટ અને બેકરી પ્રોડક્ટ્સ મળશે. છાણની ખરીદી: મહેસાણા, ખેરાલુ અને પાટણ ખાતે બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપી પશુપાલકોના ઘરેથી છાણ ખરીદવામાં આવશે. અમૂલ પાર્લર: દરેક દૂધ મંડળી ખાતે અમૂલ પાર્લર શરૂ કરાશે, જેનો નફો મંડળીને મળશે. આગામી લક્ષ્યાંકો: 1000 નવા તબેલા, 10 હજાર એમ્બ્રિયો ટ્રાન્સફર અને 10 લાખ સેક્સ સીમેન ડોઝનો ઉપયોગ.
    Click here to Read More
    Previous Article
    પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડાયેલી લોકવાયકા:પાલનપુરના ભૂતેડી ગામ પાસે પર્વતની કુદરતી ગુફામાં બિરાજમાન બે શિવલિંગ ધરાવતા હર ગંગેશ્વર મહાદેવ
    Next Article
    8 દિવસ માટે જાહેર કરાયેલ ડાયવર્ઝન રૂટ‎:મહેસાણાથી ચાણસ્મા તરફ જતાં-આવતાં વાહને કેશણી-ગંગેટ-જીતોડા ડાયવર્ઝન માર્ગે જવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment