Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 માસથી ફરાર છેતરપિંડીનો આરોપી પાટણથી પકડાયો:આણંદના સોજીત્રા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ મહાવિરસિંહ ઝાલા સામે લૂંટ અને પ્રોહિબિશનના પણ ગુના

    2 days ago

    પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસે આણંદના સોજીત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 8 માસથી ફરાર આરોપી મહાવિરસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. તેને પદમનાથ ચાર રસ્તા પાસેથી પકડવામાં આવ્યો હતો. પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ ચલાવી હતી. આ દરમિયાન, સોજીત્રા પોલીસ સ્ટેશનના ગુના નંબર 11215025260001/2026 (IPC કલમ 420, 114)માં 8 માસથી વોન્ટેડ મહાવિરસિંહ બાબુજી ચતુરજી ઝાલા (ઉંમર 40) પાટણના પદમનાથ ચાર રસ્તા પાસે હોવાની બાતમી મળી હતી. તે મૂળ શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામનો અને હાલ પાટણના માધવનગર સ્થિત મકાન નંબર 120માં રહે છે. પકડાયેલા આરોપી મહાવિરસિંહ ઝાલા સામે ગુનાહિત ઇતિહાસ છે. તે મોરબીના માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં પણ વોન્ટેડ હતો. આ ઉપરાંત, તેની સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં લૂંટ (IPC કલમ 395) તેમજ ધ્રાંગધ્રા અને સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 144 દીકરી કરશે માની આરાધના:લોટસ ટ્રસ્ટનો સરગમ નવરાત્રી મહોત્સવ, 54 ફૂટની LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ
    Next Article
    ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો સપ્તાહ અને વિરોધ પ્રદર્શનની જાહેરાત.:જૂનાગઢમાં કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ચૂંટણી પંચ સામે આક્રમક આંદોલન અને 'મત બચાવો-દેશ બચાવો' કૂચની વિગતો સાથે પ્રેસ કોન્ફરન્સનું કર્યું આયોજન.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment