Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતુલિત આહાર અને કસરત અપનાવવા અનુરોધ‎:બેઠાડુ જીવનશૈલી અને ફાસ્ટફૂડથી વધતી સ્થૂળતા ગંભીર રોગોનું પ્રવેશદ્વાર

    1 day ago

    આજના આધુનિક સમયમાં મેદસ્વિતા માત્ર દેખાવ પૂરતી સમસ્યા ન રહેતાં વૈશ્વિક ચિંતાનો વિષય બની ગઈ છે. શરીરમાં કેલરીના વપરાશ અને ગ્રહણ વચ્ચેનું સંતુલન ખોરવાતાં ચરબી જમા થાય છે, જે વજન વધારે છે. ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન, શારીરિક શ્રમનો અભાવ અને બેઠાડુ દિનચર્યા મેદસ્વિતા વધારવાના મુખ્ય પરિબળો છે, જેનાથી બચવા નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવી અનિવાર્ય બની છે. ​ મેદસ્વિતા નિયંત્રણમાં ન રહે તો તે ટાઈપ-૨ ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર તેમજ સાંધાના દુખાવા જેવી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. આ પડકાર સામે રક્ષણ મેળવવા દૈનિક આહાર અને જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવો જરૂરી છે. પૂરતી ઊંઘ લેવી અને માનસિક તણાવથી દૂર રહેવું પણ ઉત્તમ સ્વાસ્થ્ય માટે એટલું જ મહત્વપૂર્ણ છે. આજે લીધેલા સ્વાસ્થ્યલક્ષી પગલાં આવનારી પેઢીને નિરોગી ભવિષ્ય તરફ દોરી જશે.​મેદસ્વિતાથી બચવા માટે રોજીંદા ભોજનમાં લીલા શાકભાજી અને તાજા ફળોનું પ્રમાણ વધારવું જોઈએ, જ્યારે વધુ પડતા તળેલા, ચરબીયુક્ત કે વધુ પડતી ખાંડવાળા ખાદ્ય પદાર્થોનું સેવન નહિવત કરવું હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    8 દિવસ માટે જાહેર કરાયેલ ડાયવર્ઝન રૂટ‎:મહેસાણાથી ચાણસ્મા તરફ જતાં-આવતાં વાહને કેશણી-ગંગેટ-જીતોડા ડાયવર્ઝન માર્ગે જવું પડશે
    Next Article
    રોધડા-વડાળા જોડાણથી પરિવહન સુગમ બનશે:સીસીટીવીથી સજ્જ સિંધપુરમાં શિક્ષણ તેમજ સુવિધાઓ સાથે-સાથે વિકાસની દિશામાં કદમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment