Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોધડા-વડાળા જોડાણથી પરિવહન સુગમ બનશે:સીસીટીવીથી સજ્જ સિંધપુરમાં શિક્ષણ તેમજ સુવિધાઓ સાથે-સાથે વિકાસની દિશામાં કદમ

    1 day ago

    કુતિયાણા તાલુકાનું સિંધપુર ગામ વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. ગામમાં સુરક્ષાની દૃષ્ટિએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના કારણે ગામની વિવિધ ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. સિંધપુર નામ પાછળ પણ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. ભૂતકાળમાં અહીં મોટી સંખ્યામાં સિંધી લોકો વસવાટ કરતા હોવાથી ગામનું નામ સિંધપુર પડ્યું હોવાનું સ્થાનિકો જણાવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગામમાં સારી સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં ધોરણ 1થી 12 સુધીની શાળા આવેલી છે અને હાઈસ્કૂલની નવી ઇમારત પણ બનાવવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસ માટે ગામમાં જ વ્યવસ્થા ઉપલબ્ધ બનતા વિદ્યાર્થીઓને મોટી સુવિધા મળી છે. આરોગ્ય ક્ષેત્રે પણ ગામને સુવિધા મળવાની દિશામાં પગલું ભરાયું છે અને સરકારી દવાખાનું મંજૂર કરવામાં આવ્યું છે. સિંધપુરમાં આવેલો સારણ ડેમ ગામની મહત્વની ઓળખ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખાસ કરીને સિંધપુરનો વાડી વિસ્તાર મોટો હોવાથી ખેતી સાથે સંકળાયેલા પરિવારો માટે વાડી આધારિત ખેતી પણ મહત્વપૂર્ણ બની છે. ગામના માળખાગત વિકાસમાં રસ્તાઓનું જોડાણ પણ મહત્વનું છે. સિંધપુરથી રોધડા ગામને જોડતો રસ્તો બની ગયો છે, જ્યારે સિંધપુરથી વડાળા ગામને જોડતો રસ્તો મંજૂર થયો છે. આ રસ્તાઓથી આસપાસના ગામો સાથેનું જોડાણ વધુ મજબૂત બનવાની આશા છે. સ્વચ્છતા અંગે પણ ગામમાં આયોજન કરવામાં આવ્યું છે. જાહેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે અને સ્વચ્છતા જાળવવા માટે સતત આયોજન થતું હોવાથી ગામમાં સ્વચ્છતાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે. સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ સાથે સિંધપુર ગ્રામ્ય વિકાસનું આગવું ઉદાહરણ બની રહ્યું છે. 55 કિ.મી. શિવ મંદિર, હનુમાન મંદિર ધાર્મિક સ્થળો ગામની વિગત 2000 મુખ્ય મથકની અંતર બસ-અન્ય વાહનો કનેક્ટિવિટી
    Click here to Read More
    Previous Article
    સંતુલિત આહાર અને કસરત અપનાવવા અનુરોધ‎:બેઠાડુ જીવનશૈલી અને ફાસ્ટફૂડથી વધતી સ્થૂળતા ગંભીર રોગોનું પ્રવેશદ્વાર
    Next Article
    કીર્તિમંદિર પોલીસે ભેદ ઉકેલ્યો:પોરબંદરમાં ઓનલાઇન પેમેન્ટનો ફેક સ્ક્રીનશોટ બતાવી રૂપિયા 1.34 લાખનો આઇફોન પચાવી પાડનાર ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment