Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તિમંદિર પોલીસે ભેદ ઉકેલ્યો:પોરબંદરમાં ઓનલાઇન પેમેન્ટનો ફેક સ્ક્રીનશોટ બતાવી રૂપિયા 1.34 લાખનો આઇફોન પચાવી પાડનાર ઝબ્બે

    1 day ago

    પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અને આર્યસમાજ પાસે શ્રી મોબાઇલની દુકાનમાં નોકરી કરતા નયન ભીમજીભાઇ કોટીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, રાજુ ભૂતિયા નામના શખ્સે તેમની દુકાને આવી રૂ.1,34,900 ની કિંમતનો આઇફોન ખરીદ્યો હતો. ઓનલાઇન પેમેન્ટ કરી દીધું હોવાનો ખોટો સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલી, નાણાં ચૂકવ્યા વિના મોબાઇલ લઈ છેતરપિંડી ઠગાઈ કરી હતી. આ અંગે કીર્તિમંદિર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ કે.વી.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી બંદરરોડ સ્મશાન ગેટ પાસે હોવાની માહિતી મળતા પોલીસે આરોપી રાજુ પોલા ભૂતિયાને ઝડપી લીધો હતો. આ આરોપી મૂળ કુતિયાણાના દેવડા ગામનો અને હાલ જામનગરના નાઘેડીનો છે. પોલીસે આરોપી પાસેથી આઇફોન તેમજ મોબાઇલ ફોન સહિત રૂ.1.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે એક મહિના પહેલાં તેણે જામનગર ટાઉન હોલ પાસે આવેલી સનરાઇઝ મોબાઇલ નામની દુકાનમાંથી પણ આ જ રીતે રૂ.82,000 નો આઇફોન પચાવી પાડ્યો હતો. ઠગાઇ કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી આરોપી અલગ શહેરોની મોબાઇલ ની દુકાનોમાં જઇ કિંમતી મોબાઇલ પસંદ કરતો હતો. ઓનલાઇન બેંકિંગ એપ દ્વારા NEFT થી અન્ય તારીખનું શેડ્યૂલ પેમેન્ટ કરી તેનો સ્ક્રીનશોટ દુકાનદારને બતાવતો. થોડીવારમાં પેમેન્ટ તમારા ખાતામાં આવી જશે તેમ કહી દુકાનદારને વાતોમાં ફોસલાવી મોબાઇલ લઇને રફુચક્કર થઇ જતો હતો.
    Click here to Read More
    Previous Article
    રોધડા-વડાળા જોડાણથી પરિવહન સુગમ બનશે:સીસીટીવીથી સજ્જ સિંધપુરમાં શિક્ષણ તેમજ સુવિધાઓ સાથે-સાથે વિકાસની દિશામાં કદમ
    Next Article
    સુરક્ષા માટે ગામમાં સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરા નથી‎:માણેકવાડામાં પ્રાથમિક શાળાને જોડતો માર્ગ જ બિસ્માર છતા કામ માટે ગ્રાન્ટ ન ફાળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment