Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા માટે ગામમાં સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરા નથી‎:માણેકવાડામાં પ્રાથમિક શાળાને જોડતો માર્ગ જ બિસ્માર છતા કામ માટે ગ્રાન્ટ ન ફાળવાઈ

    1 day ago

    જૂનાગઢથી આશરે 27 કિલોમીટર દૂર અને નેશનલ હાઇવેના કાંઠે આવેલું માણેકવાડા ગામ કે જ્યાં માલબાપા મંદિર,મચ્છું માતાજીનું મંદિર, સાબરી નદીના કાંઠા અને ગૌશાળા જેવા ધાર્મિક સ્થળો માટે જાણીતું છે.આશરે 3200ની વસ્તી ધરાવતા આ ગામમાં સાક્ષરતાનો દર 60 ટકા જેટલો છે. ગામમાં લાઇટ, ગટર વ્યવસ્થાનો અભાવ છે. 4 આંગણવાડીઓ અને ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ કેશોદ કે જૂનાગઢ સુધી લંબાવવું પડે છે. ગામના સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, ગામથી અડધો-પોણો કિલોમીટર દૂર આવેલી પ્રાથમિક શાળા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત, સુરક્ષા માટે ગામમાં સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરા નથી . આ બાબતે કલેક્ટરની મુલાકાત વખતે રજૂઆત કરી 10 લાખની ગ્રાન્ટની માંગ કરાઈ હતી, પરંતુ આયોજનમાં સમાવેશ ન થતાં ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. ગામમાં ડેમ એલર્ટ આપતું સ્પીકર જ નથી‎ ખોરાસા સ્થિત સાબલી ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે સીમ વિસ્તારમાં રહેતા વાડી વિસ્તારના લોકોને તાત્કાલિક સૂચના આપવા માટે પંચાયત ઉપર મોટા લાઉડસ્પીકરની માંગણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સમક્ષ પણ આ અંગે રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી. નદીના પૂરના પાણી વાડીઓમાં ફરી વળતા હોવાથી યોગ્ય એલર્ટ સિસ્ટમના અભાવે ખેડૂતો અને ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. 60 %થી વધુ ગામની વિગત કનેક્ટિવિટી નેશન હાઈવે 0 કિલોમીટર સાક્ષરતા જિલ્લા મથકથી અંતર 3200 પ્રસિદ્ધ સ્થળ વસતી
    Click here to Read More
    Previous Article
    કીર્તિમંદિર પોલીસે ભેદ ઉકેલ્યો:પોરબંદરમાં ઓનલાઇન પેમેન્ટનો ફેક સ્ક્રીનશોટ બતાવી રૂપિયા 1.34 લાખનો આઇફોન પચાવી પાડનાર ઝબ્બે
    Next Article
    એક જ દિવસમાં 500 રાખડી મોકલાઇ‎:રક્ષાબંધન સુધી રાખડીઓના સ્પીડપોસ્ટના બુકિંગમાં 10 ટકા ડિસ્કાઉન્ટ પોસ્ટ દ્વારા આપવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment