Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જ દિવસમાં 500 રાખડી મોકલાઇ‎:રક્ષાબંધન સુધી રાખડીઓના સ્પીડપોસ્ટના બુકિંગમાં 10 ટકા ડિસ્કાઉન્ટ પોસ્ટ દ્વારા આપવામાં આવશે

    1 day ago

    રક્ષાબંધનના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બહેનો દ્વારા મોકલાવેલી રાખડી સમયસર ભાઈઓને મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સામાન્ય રીતે રવિવારે સરકારી અને પોસ્ટ કચેરીઓમાં રજા હોય છે પરંતુ રક્ષાબંધનના પર્વ નજીક હોવાથી જૂનાગઢ જોશીપુરા પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા રવિવાર રજાના દિવસે પણ ડિલિવરી કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ માસ્ટર જયેશભાઈ દવે, પોસ્ટમેન સ્ટાફ પ્રફુલભાઈ મહેતા, પંકજભાઈ ભટ્ટ, હેતલબેન, મમતાબેન ચાવડા તેમજ ઓફિસ સ્ટાફ રવજીભાઈ વડુકર, પિનાક વિરડીયા દ્વારા રવિવારે પણ પોસ્ટ સોર્ટિંગ અને રાખડીનું ડિલિવરીનું કાર્ય પૂર્ણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા પોસ્ટ દ્વારા રક્ષાબંધન સુધી રાખડીઓના સ્પીડપોસ્ટના બુકિંગમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એક જ દિવસમાં 500 રાખડી મોકલાઇ‎ હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હોવાથી અમારી જોષીપુરા પોસ્ટઓફિસ રવિવારે પણ ચાલુ રાખવામાં આવી હતી. આજે એક દિવસમાં જ 500 જેટલા આર્ટીકલ મોકલવામાં આવ્યા હતા.અમારી પોસ્ટઓફિસના 6 જેટલા પોસ્ટમેન દ્વારા રજાના દિવસે પણ કામગીરી કરવામાં આવી હતી.જેથી દરેક લોકોને સમયસર રાખડીનું પાર્સલ મળી રહે.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા માટે ગામમાં સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરા નથી‎:માણેકવાડામાં પ્રાથમિક શાળાને જોડતો માર્ગ જ બિસ્માર છતા કામ માટે ગ્રાન્ટ ન ફાળવાઈ
    Next Article
    તિરુપતિ ટાઉનશીપ સહિતના રોડ સુધી રસ્તાની હાલત બગડી‎:નાગલપુર સર્વિસ રોડ પર 100 મીટરમાં સળંગ 15થી વધુ ખાડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment