Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની આઇકોનિક રોડ પહેલાં દબાણો દૂર કરવા 100થી વધુ નોટિસ:ગાયત્રી મંદિરથી બી.કે. ચોક રોડ પર 15 મીટર સુધી જગ્યા ખુલ્લી કરાવાશે

    1 day ago

    મહેસાણા હાઇવે પર ગાયત્રી મંદિર નજીકના રિલાયન્સ પેટ્રોલ પંપથી બી.કે. ચોક સુધીના રસ્તાને આઇકોનિક રોડ તરીકે વિકસાવતાં પહેલાં મહાનગર પાલિકાએ દબાણો હટાવવાની કવાયત શરૂ કરી છે. આશરે 1,100 મીટર લાંબા આ રસ્તા પર જાહેર જગ્યામાં ઓટલા, શેડ, કેબિન, કમ્પાઉન્ડ વોલ અને અન્ય કાયમી-હંગામી દબાણો દૂર કરવા 100થી વધુ નોટિસ આપવામાં આવી છે. દબાણો સાત દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવા અલ્ટીમેટમ અપાયું છે. તેમ નહીં કરાય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રિલાયન્સ પેટ્રોલ પંપથી શંભુનગર, ધરમ સિનેમા, આશ્રય હોટેલ, હબટાઉન અને સંસ્કૃત કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોને આવરી લેતો આ માર્ગ ચેહર મંદિર થઈને બી.કે. ચોક સુધી પહોંચે છે. ટી.પી. સ્કીમ નંબર-2માં આવતા આ રસ્તાની પહોળાઈ કાગળ પર મોટાભાગે 15 મીટર છે, પરંતુ અનેક સ્થળે કાચાં-પાકાં દબાણોને કારણે રસ્તો સાંકડો બન્યો છે. આઇકોનિક રોડના વિકાસ પહેલાં રસ્તાની નિર્ધારિત જગ્યા ખુલ્લી કરાવવા મનપાએ નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે. શનિવારે પણ નોટિસ આપવાની કામગીરી ચાલુ રહેશે. ગાયત્રી મંદિર હાઇવે થી બી.કે ચોક રોડ. નોટિસ મળતાં ચામુંડા ચાલી વિસ્તાર છાપરાંના રહીશો મનપા દોડી ગયા ગાયત્રી મંદિર પાસે ચામુંડા ચાલી નજીક રોડની બાજુમાં પતરાંનાં આશરે 10 છાપરાંમાં રહેતા પરિવારોને દબાણ હેઠળનાં છાપરાં ખાલી કરવાની નોટિસ મળતાં શુક્રવારે તેઓ મનપા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોઅુ મેયર અને અધિકારીઓ સમક્ષ નાગલપુર પંચાયતના સમયથી ભરેલા વેરાની પહોંચ રજૂ કરી ત્યાં રહેવા દેવા માગ કરી હતી. કરણસિંહ ઠાકોરે જણાવ્યું કે, મેયર સમક્ષ રજૂઆત કરતાં તેમણે દિવાળી સુધી ત્યાં રહેવા અને ત્યાર બાદ દબાણ હશે તો વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. હવે અમે ક્યાં જઈએ?
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:RTOના નિયમો નેવે... માત્ર આધારકાર્ડ આપો,10 મિનિટમાં નંબર પ્લેટ-વીમા વગર બાઇક લઈ જાઓ
    Next Article
    ખારી નદીમાં ધોળેદહાડે ગંદા પાણીનું ટેન્કર ખાલી કરાયું:તંત્રને દેખાતું નથી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment