Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારી નદીમાં ધોળેદહાડે ગંદા પાણીનું ટેન્કર ખાલી કરાયું:તંત્રને દેખાતું નથી!

    1 day ago

    મહેસાણા શહેરની ખારી નદીમાં બિન્દાસ્ત ગંદા પાણીનાં ટેન્કર ખાલી કરાઇ રહ્યાં છે, છતાં પ્રદૂષણ નિયંત્રણ તંત્ર બેફિકર છે. ધોળા દિવસે સાઈ બાબા રોડને અડીને આવેલી ખારી નદીમાં ટેન્કર મારફતે કાળું અને ગંદું પાણી ઠલવાતું જોવા મળ્યું હતું. જાહેરમાં આવી પ્રવૃત્તિ થતી હોવા છતાં મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ તંત્રની કોઈ રજૂઆત કરે ત્યારે જ તપાસ માટે દોડવું અને અન્યથા કોઈ કાર્યવાહી નહીં કરવી, જાણે સમયસર વહીવટ સાચવવામાં જ રસ હોય ‎તેવી ચર્ચા થઈ રહી છે. શહેરમાં‎ આજે પણ અનેક એકમોનું વેસ્ટ ‎વોટર અને કેમિકલયુક્ત પાણી‎ ખારી નદીમાં ઠલવાતું હોવાની‎ ફરિયાદો છે. જોકે, પ્રદૂષણ ‎નિયંત્રણ બોર્ડ દ્વારા ઝાડી-ઝાંખરાં‎ વચ્ચેની કોતરો, બાકોરાં અને‎ પાઇપો મારફતે સીધું ખારી ‎નદીમાં ઠલવાતું ગંદું અને‎ કેમિકલયુક્ત પાણી અટકાવવા ‎માટે નક્કર તપાસ કરાતી નથી. ‎બીજી તરફ મનપા પણ હજુ પૂરતું‎ ડ્રેનેજ નેટવર્ક કરી શકી નથી.‎ ભાસ્કર ઇનસાઇડ | શોષકૂવાના પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન ફાળવાયું, છતાં નદીમાં જ ઠલવાય છે શહેરમાં ગટરલાઇનના નેટવર્કથી વંચિત વિસ્તારોમાં આવેલા મકાનોના શોષકૂવા ભરાઈ જાય ત્યારે ખાનગી ટેન્કર મારફતે ગંદું પાણી ખેંચાવીને તેનો નિકાલ કરવામાં આવે છે. આવા ગંદા પાણીનાં ટેન્કરો ખાલી કરવા માટે ટેન્કરચાલકોએ બે મહિના પહેલાં મનપામાં રજૂઆત કરી હતી. જેને પગલે નાગલપુર પમ્પિંગ સ્ટેશન ખાતે નિકાલની સૂચના આપી હતી. તેમ છતાં હાલ પણ નદીમાં જ ગંદું પાણી ખાલી કરાય છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની આઇકોનિક રોડ પહેલાં દબાણો દૂર કરવા 100થી વધુ નોટિસ:ગાયત્રી મંદિરથી બી.કે. ચોક રોડ પર 15 મીટર સુધી જગ્યા ખુલ્લી કરાવાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વીજકટોકટીની સ્થિતિને રોકવા સાપ્તાહિક રજાના અમલથી જિલ્લામાં ઔદ્યોગિક વીજવપરાશ 250થી ઘટી 90 મેગાવોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment