Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વીજકટોકટીની સ્થિતિને રોકવા સાપ્તાહિક રજાના અમલથી જિલ્લામાં ઔદ્યોગિક વીજવપરાશ 250થી ઘટી 90 મેગાવોટ

    20 hours ago

    ઓછા વરસાદ, કોલસાની તંગી અને પવન ઊર્જાના ઉત્પાદન પર પડેલી અસર વચ્ચે વીજ વપરાશમાં કરકસર કરવા માટે મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક સાપ્તાહિક રજાના અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) દ્વારા સાપ્તાહિક રજાના પરિપત્રનું પાલન કરાવવા અંદાજે 7,000 ઔદ્યોગિક એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. તેના પગલે ગુરુવારે ઔદ્યોગિક વીજવપરાશ અગાઉના સરેરાશ 250 મેગાવોટથી ઘટીને 90 મેગાવોટ નોંધાયો હતો. આમ, એક જ દિવસમાં 160 મેગાવોટનો ઘટાડો નોંધાયો છે. યુજીવીસીએલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક એકમો માટે ગુરુવારનો દિવસ સાપ્તાહિક રજા તરીકે નિર્ધારિત કરાયો છે. પરિપત્રનું પાલન થાય તે માટે દરેક એકમને નોટિસ આપીને જાણ કરાઇ રહી છે. વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનો સાથે બેઠકો યોજીને વીજ વપરાશમાં કરકસર રાખવા જરૂરી સૂચનાઓ પણ અપાય છે. હવે ઉદ્યોગો તરફથી પણ સહકાર મળવા લાગ્યો છે. મહેસાણા, કડી, વિજાપુર અને વિસનગર ડિવિઝનને આવરી લેતા વિસ્તારમાં દળવાની ઘંટીઓ સહિત અંદાજે 7,000 નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. સંબંધિત સબ ડિવિઝન દ્વારા તમામ એકમોને સાપ્તાહિક રજા અંગે નોટિસ પાઠવાઇ છે. ખાસ કરીને સાંજે 4થી રાત્રે 12 વાગ્યા દરમિયાન વીજ વપરાશ ટાળવા સૂચના અપાઇ છે. જોકે, 24 કલાક કામગીરી કરવાની મંજૂરી ધરાવતા 1,800 એકમોને રાબેતા મુજબ ચાલુ રાખવા છૂટ છે. યુજીવીસીએલ હેડ ક્વાર્ટરમાં પણ સાંજે 4 પછી ACનો ઉપયોગ નહીં કરવા સૂચના વીજ વપરાશમાં કરકસર માટે યુજીવીસીએલના મહેસાણા હેડ ક્વાર્ટરથી પણ શરૂઆત કરવામાં આવી છે. મુખ્ય ઇજનેર મારફતે તમામ શાખાઓને સાંજે 4 વાગ્યા પછી એસીનો ઉપયોગ ટાળવા સૂચના અપાઇ છે. વીજતંગીની સ્થિતિમાં વીજબચત માટે વીજકંપનીએ પોતાના કાર્યાલયમાં પણ વપરાશ ઘટાડવાનાં પગલાં લીધાં છે. વીજકાપની સ્થિતિ કેમ આવી?‎ ‎સાંજ બાદ સૌર ઊર્જાનું ઉત્પાદન ઘટતું હોવાથી વીજ વપરાશનું‎ સંચાલન પડકારજનક બને છે. આવી સ્થિતિમાં ઔદ્યોગિક એકમો‎ સાપ્તાહિક રજાનું પાલન કરે અને નિર્ધારિત સમયમાં વીજ વપરાશ ‎ટાળે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. પ્રથમ ગુરુવારે જ વીજ‎ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં આ પગલાંની અસર જોવા મળી ‎છે. આગામી દિવસો આ દિશામાં હજુ વધુ ધ્યાન કેન્દ્રીત કરાશે.‎
    Click here to Read More
    Previous Article
    ખારી નદીમાં ધોળેદહાડે ગંદા પાણીનું ટેન્કર ખાલી કરાયું:તંત્રને દેખાતું નથી!
    Next Article
    માર્ગ પર લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ‎:ભરૂચથી 10 કિમી દૂર આવેલા ઉમરાજ ગામે દીપડો દેખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment