Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલી ICC વન-ડે રેન્કિંગમાં બીજા નંબરે પહોંચ્યો:વેસ્ટ ઇન્ડીઝ સામેની સદીનો ફાયદો મળ્યો; ગિલ પ્રથમ, રોહિત ચોથા નંબરે

    6 hours ago

    વિરાટ કોહલી ICCની વન-ડે બેટર્સ રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં અણનમ 139 રનની ઇનિંગ રમવાનો તેને લાભ મળ્યો. કોહલીના હવે 796 રેટિંગ પોઈન્ટ છે. તે ટોચ પર રહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલથી માત્ર 20 પોઈન્ટ પાછળ છે. રેન્કિંગ દર અઠવાડિયે બુધવારે જાહેર કરવામાં આવે છે. 15 હજાર રન પણ બનાવ્યા 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં કોહલીએ 88 બોલમાં અણનમ 139 રન બનાવ્યા હતા. આ તેની વન-ડે કારકિર્દીની 55મી સદી હતી. આ જ ઇનિંગ દરમિયાન તેણે વન-ડે ક્રિકેટમાં 15 હજાર રન પણ પૂરા કર્યા. સચિન તેંડુલકર બાદ આ આંકડો સ્પર્શનારા તે બીજા બેટર બન્યો. ભારતે આ મુકાબલો 8 વિકેટે જીત્યો હતો. ટૉપ-4માં 3 ભારતીય બેટર્સ બેટર્સ રેન્કિંગના ટૉપ-4માં 3 ભારતીય બેટર્સ સામેલ છે. શુભમન ગિલે પણ વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી હતી. તેણે 110 રનની ઇનિંગ રમી હતી. આ પછી ગિલ 816 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1 પર છે. કોહલી બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને પાછળ છોડી દીધો છે. તે 794 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતનો રોહિત શર્મા 753 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. એટલે કે વર્તમાન ટૉપ-4માં ભારતના ત્રણ બેટર્સ સામેલ છે. કુસલ મેન્ડિસ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર બોલરોની રેન્કિંગમાં કુલદીપ પાંચમા નંબરે ભારતના કુલદીપ યાદવ ચાર સ્થાન ઉપર ચઢીને પાંચમા નંબરે પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં કમબેક કરતાં તેણે 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો. વન-ડે બોલરોની રેન્કિંગમાં સાઉથ આફ્રિકાનો કેશવ મહારાજ ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે 2/54 અને 4/20ના પ્રદર્શન કર્યા હતા. ઓલરાઉન્ડરોમાં અક્ષર પટેલ 9મા નંબર પર વન-ડે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ 337 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા 276 અને બાંગ્લાદેશનો મેહદી હસન મિરાજ 260 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાન પર છે. ભારતનો અક્ષર પટેલ 206 પોઇન્ટ સાથે 9મા નંબર પર છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝે ભારતને 406 રનનો ટાર્ગેટ આપ્યો:વન-ડેમાં પોતાનો સૌથી હાઇએસ્ટ સ્કોર બનાવ્યો; ત્રણ બેટર્સની સદી, કુલદીપની 200 વિકેટ પૂરી
    Next Article
    ફ્લાઇટ ટિકિટ શોધવી હોય કે ગ્રોસરી લિસ્ટ બનાવવું:OpenAIએ લોન્ચ કર્યું ‘ડોટ્સ’, 4 હજાર એપ્સ સાથે કનેક્ટ થઈને કરશે ઓફિસ અને ઘરના કામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment