Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળામાં છરી મારી:જલારામ જયંતિની તૈયારી વચ્ચે વાહન હટાવવા મામલે માથાકૂટ, પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ભાગ્યો

    2 days ago

    રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસેની વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ શાકભાજીનું વાહન આડાશ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા કાળા રંગની સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં આરોપી કાર સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ટેમ્પામાંથી શાકભાજી ઉતારતા સમયે સ્કોર્પિયો ચાલક આવ્યો વીતરાગ સોસાયટીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતા અંકિત ગુણવંતરાય શેઠ (ઉં.વ.41) ગઇકાલે (15 નવેમ્બર) રાત્રિના સોસાયટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં અન્ય યુવકો સાથે મળીને જલારામ જયંતિની તૈયારીઓ કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિર પાસે તેમનું શાકભાજી ભરેલો 'છોટાહાથી' વાહન પાર્ક કરેલુ હતું. આ સમયે શાકભાજી ખાલી કરવા માટે વાહન અંદર લઈ જવા બાબતે સોસાયટીની જ એક ભાડે રહેતી મહિલાના સંબંધી અને સ્કોર્પિયો કારના ચાલક ઉમંગ ભુત સાથે વાહન સામસામે આવી ગયું હતું. વેપારીને કાન-ગળાના ભાગે છરી મારી ગાડી હટાવવા અને રસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કારમાંથી છરી કાઢીને અંકિત શેઠ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ અંકિત શેઠને ઢીકાપાટુનો માર મારી, ડાબી બાજુ કાનની નીચે તથા ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે બચાવ કરવા લાગ્યા હતા. પોલીસની વેન જોઈને કાર મૂકીને ભાગ્યો તે જ વખતે ત્યાં પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં તેની લાઈટ જોઈને સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત પોતાની કાર સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. જતાં-જતાં આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં અંકિતને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગળાના ભાગે ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી ઇજાગ્રસ્ત વેપારી અંકિતભાઈ શેઠની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સ્કોર્પિયો કારને કબજામાં લઈને ચાલક ઉમંગ ભુત વિરુદ્ધ BNSની 115(2), 118(1), 352, 351(2) તથા જી.પી.એકટ.કલમ.135(1) મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે આવતી કાર પલટી, બે યુવક 15 ફૂટ ઉછળી પટકાયા:બન્નેના મોત, અન્ય એક ઈજાગ્રસ્ત, મોરબીમાં સ્વિફ્ટ ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ, રાજકોટના યુવકો ડેકોરેશનનું કામ કરતા'તા
    Next Article
    સ્નેહમિલનમાં વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે સામૂહિક રજૂઆતનો નિર્ધાર:શહેરના વિવિધ લોકલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ભુજ સિટી કાઉન્સિલનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment