Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીના 15 ફૂટ ઉંચા ફુવારા ઉડયા !:રાજકોટનાં રંગોલી પાર્ક પાસે પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું, મનપાએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું

    11 hours ago

    રાજકોટના રંગોલી પાર્ક નજીક આવેલી પાણીની મુખ્ય લાઇન તૂટતાં માર્ગ પર હજારો લીટર પાણી વેડફાયું હતું. પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે 15થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડતા નજરે પડ્યા હતા. જેને લઈને વરસાદ વગર જ મુખ્ય રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એક તરફ શહેરમાં આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે અને બીજી તરફ સમગ્ર રાજકોટ નર્મદાના નીર પર આધારિત છે. આવી સ્થિતિ વચ્ચે અવારનવાર પાણીની લાઇનોમાં ભંગાણ થવાની ઘટનાઓ સામે આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે આ બનાવ અંગે મનપાના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, આજે સવારે રંગોલી પાર્ક નજીક પાણીની પાઇપલાઇનમાં કોઈ કારણોસર ભંગાણ થયાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ત્યાં હાજર વાલ્વમેને પાણીનો સપ્લાય તુરંત બંધ કરી દીધો હતો. તેમજ મનપાની ટેકનિકલ ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને તરત પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મોટાપાયે પાણીનો વેડફાટ થયો હોવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. રાજકોટમાં ગંદકી કરનારાઓનાં નામ-ફોટા અને વાહન નંબર એલઇડી બોર્ડ પર દર્શાવાશે રાજકોટ શહેરમાં ન્યુસન્સ પોઇન્ટ દુર કરવાના સતત પ્રયાસો છતાં અનેક વિસ્તારોમાં નાગરિકોની બેદરકારી સામે આવી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિશનર તુષાર સુમેરાએ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. જેમાં હવે શહેરના ન્યુસન્સ પોઇન્ટ, રહેણાક સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર સ્થાનિક લોકોની સંમતિથી સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની મદદથી જ જાહેરમાં કચરો કે એઠવાડ ફેંકતા બેદરકાર લોકોને પકડવામાં આવશે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આવા કચરો ફેંકનારા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે તેમના ફોટા, નામ અને વાહન નંબર એલઇડી બોર્ડ પર જાહેર કરવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. આ માટે સીસીટીવી વધારવામાં આવશે. અને સૌપ્રથમ લોકોને ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવશે. આ છતાં જો લોકો કચરો જાહેરમાં ફેંકશે તો આવા બેદરકાર લોકો પાસેથી દંડ વસુલવાની સાથે તેના નામ-ફોટા અને વાહન નંબર એલઇડી બોર્ડ પર દર્શાવવામાં આવશે. રાજકોટના જામનગર રોડ પર યુ.એલ.સી. ફાજલ જમીન પરથી રૂ. 1 કરોડનું હોટલનું દબાણ દૂર કરાયું રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશની સૂચના મુજબ શહેરના જામનગર રોડ પર આવેલી અંદાજીત રૂ. 1 કરોડની કિંમતની યુ.એલ.સી. ફાજલ જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તાલુકા મામલતદાર મકવાણાના જણાવ્યા અનુસાર, જામનગર હાઇવે રોડ પર આવેલા સર્વે નં. 77/78 અને 79 પૈકીની યુ.એલ.સી. ફાજલ જમીન પર છેલ્લા કેટલાંક સમયથી 300 ચો.મી. ક્ષેત્રફળમાં ‘ખોડીયાર હોટલ’નું દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સંબંધિત દબાણકર્તાને પૂરતો સમય અને નોટીસો આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તા દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવામાં આવ્યું ન હતું. આથી તાલુકા મામલતદાર કચેરીની ટીમે સ્થળ પર જઈ બુલડોઝર ફેરવીને રૂ. 1 કરોડની કિંમતી જમીન પરથી હોટલનું દબાણ દૂર કરી જમીન સંપાદિત કરી ખુલ્લી કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બરોડા હાઇસ્કુલ ONGC માં ત્રણ દિવસથી ખેલ મહાકુંભ:દક્ષિણ ઝોન બી ની ખોખો, રસ્સા ખેંચ સહિતની રમતો સફળતાપૂર્વક યોજાઈ
    Next Article
    મનપાની સભામાં શાસક પક્ષના જ પૂર્વ મેયરે ભજવી વિપક્ષની ભૂમિકા:અધૂરા વિકાસ કાર્યો મુદ્દે ઉઠાવ્યા સવાલ, રત્નમાલા ઓવરબ્રિજનું કામ 6 મહિના પાછળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment