Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરતા રૂમ પાર્ટનરોએ પતાવી દીધો:પહેલાં યુવકના માથામાં ઘા મારી બેભાન કર્યો, પછી મોઢામાં કપડું ઠૂસી ફરાર થયા હતા, કિશોર સહિત ચારની ધરપકડ

    8 hours ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી એક યુવકની હાથ પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ અંગે પોલીસ તપાસ કરતા યુવકને તેના રૂમ પાર્ટનરોએ જ ભેગા મળીને હત્યા કરી હતી.મૃતક યુવકે જમવામાં કીડી આવવા બાબતે ફરિયાદ કરી હતી.જેથી જમવાનું બનાવનાર સાથે બોલાચાલી થઈ હતી.જે બાદ ચાર શખસોએ ભેગા મળીને યુવકની હત્યા કરી દીધી હતી.ઝોન 8 એલસીબીએ ચારે આરોપીઓની ધરપકડ કરી વટવા પોલીસને સોંપ્યા છે. બંધ ફ્લેટમાંથી યુવકની લાશ મળી હતી વટવામાં સાંતેજ હોમ્સ ફલેટમાંથી બંધ મકાનમાંથી થોડા દિવસ જૂની હત્યા કરેલી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.પોલીસે મૃતકની ઓળખ કરીને હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન મૃતક ઇમરાન સિંધા ભાડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.ઇમરાન સાથે અન્ય ચાર શખ્સ પણ રહેતા હતા જે હત્યા બાદ ગાયબ હતા જેથી પોલીસે ફરાર ચાર શખ્સની તપાસ કરી ત્યારે ફરાર થઈ ગયેલા શખસોએ જ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ગુરુગ્રામથી આગ્રા બસમાં જતા સમયે આરોપીઓને દબોચ્યા વટવા પોલીસ અને ઝોન 8 એલસીબીના PSI પી.આર સરવૈયાની ટીમે ગુરુગ્રામ ખાતેથી એક કિશોર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.હત્યા બાદ ચારેય આરોપીઓ ગુરુગ્રામ નાસી ગયા હતા જે બાદ ગુરુગ્રામથી આગ્રા બસમાં જતા હતા ત્યારે પોલીસે પીછો કરીને ચારેયને ઝડપી લીધા હતા.ચારેયની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જમવામાં કીડી આવતા યુવકે ફરિયાદ કરી તો હત્યા કરી નાખી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બનાવના દિવસે રવિકુમાર અને કિશોરે જમવાનું બનાવ્યું હતું .જે જમવામાં કીડી આવતા મૃતક ઇમરાને ફરિયાદ કરી હતી.આ ફરિયાદ બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઇમરાનની સાથે રહેતા વિરેન્દ્રસિંઘ બઘેલ,ચાંદમોહન શર્મા,રવિકુમાર શાહ અને કિશોરે મળીને ઈમરાનના માથામાં બોથડ પદાર્થ માર્યો હતો.જેથી ઇમરાન અર્ધ બેભાન થઈ ગયો હતો.જે બાદ ઈમરાનને બાંધીને મોઢામાં કપડું મૂકી દીધું હતું.જેથી ઈમરાનનું ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું.વટવા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આવતા સપ્તાહે મનપાનું જનરલ બોર્ડ:રાજકોટ મનપાની 15 સમિતિઓનાં ચેરમેન જાહેર થશે, પ્યુન સહિતની સુવિધાવાળો હોદ્દો મેળવવા ખેંચતાણ શરૂ
    Next Article
    ગોધરાના રાજુપુરા ગામમાં જંગલી વાનરનો આતંક:મહિલા સહિત ૩ લોકોને બચકાં ભર્યા, પાંજરે પૂરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment