Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના રાજુપુરા ગામમાં જંગલી વાનરનો આતંક:મહિલા સહિત ૩ લોકોને બચકાં ભર્યા, પાંજરે પૂરવા માંગ

    8 hours ago

    ગોધરા તાલુકાના ટીંબા રોડ નજીક આવેલા રાજુપુરા ગામમાં એક જંગલી વાનરે આતંક મચાવ્યો છે. ગત રોજ આ વાનરે ગામના ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. હુમલાનો ભોગ બનેલાઓમાં ૩૫ વર્ષીય સવિતાબેન પરમારનો સમાવેશ થાય છે. જંગલી વાનરે તેમના પગના ભાગે ગંભીર રીતે બચકાં ભર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ ઈજાઓથી બચાવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સવિતાબેનને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સવિતાબેન ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ પણ આ વાનરના હુમલાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં ત્રણ લોકો પર થયેલા હુમલાને કારણે રાજુપુરા ગામના લોકોમાં ભારે ભય અને ફફડાટ વ્યાપી ગયો છે. ગામલોકોએ વન વિભાગને આ હિંસક વાનરને વહેલી તકે પાંજરે પૂરીને અન્યત્ર ખસેડવા માટે ઉગ્ર રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરતા રૂમ પાર્ટનરોએ પતાવી દીધો:પહેલાં યુવકના માથામાં ઘા મારી બેભાન કર્યો, પછી મોઢામાં કપડું ઠૂસી ફરાર થયા હતા, કિશોર સહિત ચારની ધરપકડ
    Next Article
    Gujarat Heavy Rain Alert | આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ | Weather | Monsoon | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment