Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્નેહમિલનમાં વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે સામૂહિક રજૂઆતનો નિર્ધાર:શહેરના વિવિધ લોકલક્ષી પ્રશ્નોને વાચા આપવા માટે ભુજ સિટી કાઉન્સિલનો સંકલ્પ

    2 days ago

    ભુજ સીટી કાઉન્સિલ દ્વારા શહેરની વિજયરાજજી લાયબ્રેરી ખાતે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું, જેમાં નાગરિકોને લગતા વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરાઇ હતી. શહેરના વિવિધ પ્રશ્નોને વાચા આપવા અને તેના ઉકેલ માટે વહીવટીતંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કરવાના હેતુથી ભુજ સિટી કાઉન્સિલની રચના કરાઇ છે, જેના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે સૌનું સ્વાગત કરી સ્નેહમિલનની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠિત રીતે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી અસરકારક ભૂમિકા ભજવવી જરૂરી છે. આ પ્રસંગે ઉપસ્થિત અરુણભાઈ વચ્છરાજાણીએ વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો ઉલ્લેખ કરી તેના ઉકેલ માટે સૌને કટિબદ્ધ બનવા આહ્વાન કર્યું હતું. ખાસ કરીને કૃષ્ણાજી પુલ, સિટી બસ સેવા, રાજેન્દ્ર પાર્ક સહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સૌએ એકજૂથ થઈને તંત્ર સમક્ષ રજૂઆત કરવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત ઇજનેર રસીક મકવાણા, એડવોકેટ કે.કે. હીરાણી, અજીતભાઈ માનસતા, પ્રદીપભાઈ ઝવેરી, એરપોર્ટના નવીન સાગર સહિતના અગ્રણીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન જય અંજારિયાએ કર્યું હતું. આ પ્રસંગે જયેન્દ્રભાઈ ઉપાધ્યાય, રેલવે ડેવલપમેન્ટ એન્ડ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ એ. વાય. આકબાની, પિયુષભાઈ પટ્ટણી, દીપક ચૌહાણ, હરીભાઈ ગોર, ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના મંત્રી સંજયભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    નાણાવટી ચોકમાં સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળામાં છરી મારી:જલારામ જયંતિની તૈયારી વચ્ચે વાહન હટાવવા મામલે માથાકૂટ, પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ભાગ્યો
    Next Article
    Bihar Mother Beats Up 4-Year-Old For Eating Prasad Before Chhath Puja. She Dies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment