Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ:કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકને કયો પાઠ સમજાયો અને કયો નહીં? તે વાલીને મોબાઈલ એપથી ખબર પડશે

    6 hours ago

    હવે વાલીઓએ બાળક સ્કૂલમાં શું ભણ્યું, કેટલું સમજાયું અને પરીક્ષામાં કેવું પરિણામ આવ્યું તે જાણવા સ્કૂલના ધક્કા નહીં ખાવા પડે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)એ આ માટે ત્રણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. તેમાં સૌથી રસપ્રદ વ્યવસ્થા વિદ્યાર્થીઓના ફીડબેકની છે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવેલા દરેક પ્રકરણ અંગે પાંચ સવાલ પૂછવામાં આવશે. તેના જવાબથી શિક્ષકો જાણી શકશે કે વિદ્યાર્થીઓને કયો મુદ્દો સમજાયો નથી અને ક્યાં ફરીથી સમજાવવાની જરૂર છે. ફીડબેક આપનાર વિદ્યાર્થીની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. બીજી તરફ, KVS સંવાદ એપથી વાલીઓ બાળકના અભ્યાસથી લઈને પરીક્ષાના પરિણામ સુધીની વિગતો ઘરે બેઠા મેળવી શકશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી મેન્ટરશીપ આપશે વિદ્યાસમીક્ષા કેન્દ્ર: AI બોટની મદદથી હાજરી, શૈક્ષણિક પ્રદર્શન, પ્રવેશ અને સ્કૂલની માળખાકીય સુવિધાઓની માહિતી એક જ ડેશબોર્ડ પર મળશે. KVS સંવાદ: વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ, પરિણામ, હાજરી અને વિવિધ ઓનલાઈન સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. એલ્યુમની પોર્ટલ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ સાથે જોડાઈ વર્તમાન વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને મેન્ટરશિપ આપી શકશે. બાળકની રજા ઓનલાઈન માગી શકાશે દરેક પાઠ પછી વિદ્યાર્થીઓનો અભિપ્રાય જાણશે શિક્ષક વર્ગમાં શિક્ષક ભણાવે ત્યારે દરેક વિદ્યાર્થીને દરેક મુદ્દો સરખી રીતે સમજાય તે જરૂરી નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાની મુશ્કેલી શિક્ષક સમક્ષ રજૂ પણ કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે KVSએ પાંચ સવાલની પ્રશ્નાવલી તૈયાર કરી છે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભણાવેલા પ્રકરણ અંગે ફીડબેક આપી શકશે. તેમાં પાઠના કયા ભાગમાં સમજ પડી અને કયા મુદ્દામાં મુશ્કેલી રહી તે જાણી શકાશે. આ ફીડબેકમાં વિદ્યાર્થીનું નામ ગુપ્ત રહેશે. મળેલા જવાબોના આધારે શિક્ષકો પોતાની ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર કરી શકશે અને જરૂર પડે ત્યાં ફરીથી વિષય સમજાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ લિસ્ટ જોઈને દુઃખી થયા, માતાના કહેવાથી સુરતના 2 ભાઈએ 50 કરોડના ખર્ચે 10 વીઘામાં ‘5-સ્ટાર’ જેવો વૃદ્ધાશ્રમ બનાવ્યો
    Next Article
    સાહેબ મીટિંગમાં છે:PMને મળવા ગયેલા એક મંત્રી બોલી ગયા- 'ના જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું!', એરપોર્ પર ઉતરતા જ વડાપ્રધાને લાલ જાજમ દૂર કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment