Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ લિસ્ટ જોઈને દુઃખી થયા, માતાના કહેવાથી સુરતના 2 ભાઈએ 50 કરોડના ખર્ચે 10 વીઘામાં ‘5-સ્ટાર’ જેવો વૃદ્ધાશ્રમ બનાવ્યો

    6 hours ago

    સુરતના સાંધિયેર ગામમાં રાધારમણ વૃદ્ધાશ્રમ સેવા ફાઉન્ડેશન દ્વારા 10 વીઘા જમીનમાં રૂ. 50 કરોડના ખર્ચે એક અત્યાધુનિક ‘ફાઈવસ્ટાર’ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી 29 નવેમ્બરે આ સેવા સંકુલનું લોકાર્પણ થશે, જ્યાં 200 જેટલા વડીલો એકસાથે રહી શકશે. ટ્રસ્ટી કિરીટ ઠુંમર અને તેમના ભાઈ રમેશ ઠુંમરે અગાઉ એક વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોયું હતું, જેનાથી દ્રવી ઊઠીને તથા માતાની પ્રેરણાથી તેમણે આ ભગીરથ કાર્યનો સંકલ્પ કર્યો હતો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વડીલોને લાચારીને બદલે ગૌરવપૂર્ણ અને સ્વાભિમાનભર્યું જીવન આપવાનો છે. આ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વિના તમામ જરૂરિયાતમંદ વડીલોને આશરો આપવામાં આવશે. પ્રોજેક્ટનો સંપૂર્ણ ૫૦ કરોડનો પ્રારંભિક ખર્ચ ઠુંમર પરિવારે જાતે ઉઠાવ્યો છે. લોકાર્પણની આમંત્રણ પત્રિકા આપતી વખતે સમાજના અન્ય અગ્રણીઓએ પણ સામે ચાલીને આર્થિક સહયોગ આપવાનું શરૂ કર્યું છે. હવે જો કોઈ નવા દાતા સહયોગ આપવા ઈચ્છશે, તો તેમને ‘અન્નદાતા’ તરીકે સ્વીકારવામાં આવશે, જેથી તેઓ પણ આ સેવાયજ્ઞમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે. 36 AC રૂમ, 8 બેડની હોસ્પિટલ અને ગોલ્ફ કારની સુવિધા 10 વીઘામાં ફેલાયેલા આ સંકુલમાં 36 રૂમ છે, જેમાં દરેક રૂમમાં એર કન્ડીશનર, ગરમ પાણી અને કટોકટીના સમય માટે ઇમરજન્સી અલાર્મ રાખવામાં આવ્યા છે. વડીલોના આરોગ્યની તાત્કાલિક સંભાળ માટે પરિસરમાં જ 8 બેડની હોસ્પિટલ અને ડોક્ટર રૂમ છે. 25 સભ્યોનો ડે-નાઇટ સ્ટાફ, 2 નર્સ અને 2 સ્પેશિયલ કેરટેકર તહેનાત રહેશે. ઉપરના માળે જવા માટે સામાન્ય લિફ્ટ ઉપરાંત ગંભીર સ્થિતિમાં સીધા લઈ જઈ શકાય તેવી ‘સ્ટ્રેચર લિફ્ટ’ છે. પરિસરમાં વડીલોને હરવા-ફરવા માટે ગોલ્ફ કાર અને મનોરંજન માટે ક્રિકેટ ગ્રાઉન્ડ, બોક્સ ક્રિકેટ, હિંચકા, યોગારૂમ, મંદિર અને 4 પ્રોજેક્ટર છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:હવે પાણી, ડ્રેનેજ, રોડ-બ્રિજ અને મેટ્રો-BRTS સહિતના ડેટા એકત્રિત કરીને પ્રોજેક્ટ હાથ ધરાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકને કયો પાઠ સમજાયો અને કયો નહીં? તે વાલીને મોબાઈલ એપથી ખબર પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment